Home Automobile Important Tips For Long Drive In Electric Vehicle Ev Charging Station Planning

EV કાર લઈને લૉંગ ડ્રાઈવ પર જવાનું વચારો છો? : રાખો આટલું ધ્યાન, નહિંતર પસ્તાશો

EV કાર લઈને લૉંગ ડ્રાઈવ પર જવાનું વચારો છો?
Published by: OBS Bureau
Last Updated: Dec 02, 2025, 05:26 PM IST

વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે લોકો હવે ઈલેક્ટ્રિક વાહનો એટલે કે ઈવી તરફ વળ્યા છે. ઈલેક્ટ્રિક કાર ચલાવવાનો અનુભવ રોમાંચક તો છે જ પણ સાથે સાથે તે ખિસ્સાને પણ પરવડે છે. આ ગાડીઓનું મેન્ટેનન્સ ખૂબ ઓછું આવે છે જેથી તેની રનિંગ કોસ્ટ ઘટી જાય છે. સામાન્ય રીતે લોકો ઓફિસ જવા માટે કે શહેરની અંદર ફરવા માટે ઈવીનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે. જોકે હવે ટેકનોલોજી સુધરતા માર્કેટમાં લાંબી રેન્જ આપતી ગાડીઓ પણ આવી ગઈ છે જેના કારણે લોકો એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે પણ ઈલેક્ટ્રિક કારનો ઉપયોગ કરતા થયા છે. પરંતુ જો તમે તમારી ઈલેક્ટ્રિક કાર લઈને કોઈ લાંબી મુસાફરી પર જવાનું વિચારી રહ્યા હોવ તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. જો તમે પૂરતી તૈયારી વગર નીકળી પડશો તો રસ્તામાં હેરાન થવું પડી શકે છે. અહીં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જે તમને લોન્ગ ડ્રાઈવ દરમિયાન કામ લાગશે.

સૌથી મહત્વની બાબત એ છે કે તમારે તમારા રૂટનું પ્લાનિંગ ચાર્જિંગ સ્ટેશનને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. જેમ દરેક રસ્તા પર થોડા થોડા અંતરે પેટ્રોલ પંપ મળી જાય છે તેમ હજુ સુધી ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક એટલું મજબૂત નથી. મેટ્રો સિટી અને મોટા શહેરોમાં ચાર્જિંગ પોઈન્ટ મળી રહે છે પરંતુ હાઈવે પર કે અંતરિયાળ વિસ્તારોમાં ખાસ કરીને પહાડી રસ્તાઓ પર તેની અછત જોવા મળે છે. તેથી ઘરેથી નીકળતા પહેલા જ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ચેક કરી લો કે તમારા રસ્તામાં કઈ કઈ જગ્યાએ ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ છે. માત્ર એવો જ રસ્તો પસંદ કરો જ્યાં તમને સરળતાથી ચાર્જિંગ સ્ટેશન મળી રહે તેમ હોય.

બીજી અગત્યની બાબત એ છે કે મુસાફરી શરૂ કરતા પહેલા તમારી કારને પૂરેપૂરી ચાર્જ કરવી ખૂબ જ જરૂરી છે. આગલી રાતે ગાડીને ચાર્જિંગમાં મૂકી દો અને ઓછામાં ઓછા 12 થી 13 કલાક ચાર્જ થવા દો જેથી બેટરી 100 ટકા થઈ જાય. જો તમે ઘરેથી જ ફૂલ બેટરી સાથે નીકળશો તો રસ્તામાં ચાર્જિંગ સ્ટેશન પર લાઈન હોય કે ભીડ હોય તો પણ તમને ટેન્શન નહીં રહે. ફૂલ ચાર્જ ગાડી તમને માનસિક શાંતિ આપશે અને તમે તમારી ટ્રિપનો આનંદ માણી શકશો.

ગમે તેટલી સારી તૈયારી હોય તો પણ મુસીબત કહીને નથી આવતી તેથી તમારી પાસે હંમેશા એક બેકઅપ પ્લાન તૈયાર હોવો જોઈએ. માની લો કે રસ્તામાં બેટરી ઉતરી ગઈ કે ગાડીમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ તો તમે શું કરશો તેનો વિચાર અગાઉથી કરેલો હોવો જોઈએ. તમારી પાસે કંપનીના હેલ્પલાઈન નંબર સેવ હોવા જોઈએ. આ ઉપરાંત તમે જે રૂટ પર જઈ રહ્યા છો ત્યાં તમારા કોઈ મિત્ર કે સગા સંબંધી રહેતા હોય તો તેમનો નંબર પણ સાથે રાખવો જેથી ઈમરજન્સીમાં તેમની મદદ લઈ શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now