ભારતના ઓપરેશન સિંદૂર બાદ આર્થિક સંકટમાં સપડાયેલા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) પાસે સહાય માગવી પડી હતી. જોકે, IMFએ મદદ બદલ કડક શરતો મૂકી છે, જેના કારણે શાહબાઝ શરીફ સરકાર પર આંતરિક દબાણ વધી ગયું છે.
સેન્ટ્રલ બેંકના બોર્ડમાંથી નાણા સચિવને દૂર કરવાની શરત
IMFએ પાકિસ્તાન સરકારને સ્પષ્ટ કહ્યું છે કે સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP)ના બોર્ડમાંથી તાત્કાલિક નાણા સચિવને દૂર કરવો પડશે.
2022માં IMFના દબાણ હેઠળ નાણા સચિવના મતાધિકાર દૂર કરાયા હતા.
પરંતુ IMF હવે બોર્ડમાંથી તેમની સંપૂર્ણ હકાલપટ્ટી માંગે છે, કારણ કે તે બેંકની સ્વતંત્રતામાં અવરોધ ઉભો કરી રહ્યા છે.
ડેપ્યુટી ગવર્નરની ખાલી જગ્યાઓ ભરવા સૂચના
હાલ SBPમાં ત્રણમાંથી બે ડેપ્યુટી ગવર્નર પદ ખાલી છે. IMFએ પાકિસ્તાનને આ જગ્યાઓ તાત્કાલિક ભરવા કહ્યું છે. IMFના મત મુજબ, આવી ખાલી જગ્યાઓ લાંબા સમય સુધી ન રહેવી જોઈએ કારણ કે તે નીતિગત નિર્ણયો પર અસર કરે છે.
બેંકિંગ કંપનીઝ ઓર્ડિનન્સમાં ફેરફાર
IMFએ પાકિસ્તાનને સૂચવ્યું છે કે બેંકિંગ કંપનીઝ ઓર્ડિનન્સ, 1962માં સુધારો કરીને ફેડરલ સરકાર પાસે રહેલા વાણિજ્યિક બેંકોના નિરીક્ષણના અધિકારો છીનવી લેવાય.
લોનની શરતો
પાકિસ્તાન IMFના 7 અબજ ડોલરના લોન કાર્યક્રમનો ભાગ છે. તેને અત્યાર સુધીનો એક અબજ ડોલરનો હપ્તો ત્યારે જ મળશે જ્યારે તે આ શરતોનું પાલન કરશે. IMFનું આગામી સમીક્ષા મિશન સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયામાં ઇસ્લામાબાદ આવશે એવી શક્યતા છે.





