ગુજરાતમાં લગભગ 7-8 દિવસથી દ્વારકા અને બેટદ્વારકામાં ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. જેનની ચર્ચાએ ખુબ જોર પકડ્યું પરંતુ હવે સમાચાર એવા આવ્યા છે બિલકુલ આવી જ રીતે બુલડોઝરવાળી પાકિસ્તાનમાં પણ થઈ રહી છે. અને ગેરકાયદે મસ્જિદને તોડી પડાઈ છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના દસ્કામાં સ્થાનિક પ્રશાસને અહમદીઓની ઐતિહાસિક મસ્જિદ તોડી પાડી . આ મસ્જિદ સાત દાયકા એટલે કે 70 વર્ષથી વધુ જૂની હતી, તે આઝાદી પહેલા પાકિસ્તાનના પ્રથમ વિદેશમંત્રી ઝફરુલ્લા ખાને બનાવી હતી. પ્રશાસને અગાઉ મસ્જિદને ગેરકાયદે બાંધકામ જાહેર કરતી નોટિસ જારી કરી અને પછી હટાવવાનું કહેતા તેને તોડી પાડી.
પાકિસ્તાનું ન્યૂઝ પેપર ડૉનના અહેવાલ અનુસાર, તોડી પાડવામાં આવેલી મસ્જિદ 70 વર્ષથી વધુ સમય પહેલા ઝફરુલ્લા ખાને બનાવી હતી. ઝફરુલ્લાહ અહમદિયા ધર્મના અનુયાયી હતા. પાકિસ્તાનની રચના બાદ તેઓ 1947થી 1954 સુધી દેશના પ્રથમ વિદેશ મંત્રી હતા. આઝાદી પહેલા, ઝફરુલ્લાહ ભારતના મોટા વકીલ અને અહમદિયોના નેતા તરીકે જાણીતા હતા. પંજાબનું દસ્કા ઝફરુલ્લાહનું વતન છે.
અહમદિયોમાં રોષ
અહમદિયા સમુદાયના લોકો જણાવી રહ્યાં છે કે પ્રશાસને 13 ફૂટ અતિક્રમણની વાત કહી હતી. સ્થાનિકો પણ 13 ફૂટ સુધીનું બાંધકામ હટાવવા તૈયાર હતા પરંતુ પ્રશાસને પોલીસ ફોર્સ સાથે રાખીને મસ્જિદ તોડી જ પાડી. લગભગ ચાર કલાક સુધી મસ્જિદ પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આજુબાજુના વિસ્તારોમાં ઈલેક્ટ્રિકસિટી પણ બંધ થઈ ગઈ હતી.





