Home International Illegal Migrants Deportation Starts In Usa

ગેરકાયદે USA જવા માગતા હોવ તો આ જોઈલો : ટ્રમ્પના આદેશના પાલનની શુભ શરૂઆત

ગેરકાયદે USA જવા માગતા હોવ તો આ જોઈલો
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2025, 06:05 AM IST

ટ્રમ્પે પદભાર સંભાળતાની સાથે જ હકાલપટ્ટીની શરૂઆત થઈ ગઈ છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને કાઢવાની શરીઆત થઈ ગઈ છે. તેમને આર્મીના વિમાનોમાં ભરીને સરહદ પાર લઈ જવામાં આવી રહ્યા છે. વ્હાઇટ હાઉસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આવી જ ફ્લાઇટની તસવીર શેર કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે શપથ લીધા પછી તરત જ જે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા તેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી હાંકી કાઢવાનો આદેશ હતો. અમેરિકામાં ગેરકાયદેસર વસાહતીઓને ઓળખવામાં આવે છે, પકડવામાં આવે છે અને પછી અમેરિકન સરહદની બહાર છોડી દેવામાં આવે છે.




પ્રથમ દિવસે 160 ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને કરાયા રવાના
વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાથકડી પહેરાવવામાં આવી છે. તેઓ એક લાઇનમાં ઉભા છે અને C17 ગ્લોબમાસ્ટર તરફ તે આગળ વધી રહ્યા છે. પ્રથમ દિવસે આવી બે ફ્લાઇટ રવાના થઇ. અને બંનેમાં 80-80 ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને લઈ જવામાં આવ્યા છે. આ ફ્લાઈટ અમેરિકાના પડોશી દેશ ગ્વાટેમાલા ગઈ હતી.

અમેરિકન ગૃહ વિભાગે એક નિવેદન જારી કરીને કહ્યું કે, 'ગ્વાટેમાલા તેમજ અમેરિકા પણ ગેરકાયદે સ્થળાંતરને સંપૂર્ણપણે ખતમ કરવા અને સરહદ સુરક્ષાને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. તેની શરૂઆત થઈ ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક