Home International Ihar Election 2025 Phase 1 Voting Record Turnout

1951 પછી પહેલી વખત બિહારમાં ઐતિહાસિક મતદાન : જાણો પ્રથમ તબક્કામાં કેટલું મતદાન થયું?

1951 પછી પહેલી વખત બિહારમાં ઐતિહાસિક મતદાન
Published by: OBS Bureau
Last Updated: Nov 06, 2025, 06:40 PM IST

બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગુરુવારે (6 નવેમ્બર) 18 જિલ્લાની 121 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. આ તબક્કામાં કુલ 64.66% મતદાન નોંધાયું — જે 1951 પછીનું સૌથી ઊંચું મતદાન છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આ ઐતિહાસિક ટર્નઆઉટ માટે બિહારના મતદારોને અભિનંદન આપ્યા હતા. આ તબક્કામાં 1,314 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે.

2020ની ચૂંટણીમાં આ જ બેઠકો પર 55.81% મતદાન નોંધાયું હતું, જ્યારે કુલ 243 બેઠકો પર સરેરાશ 58.7% મતદાન થયું હતું.

જિલ્લા પ્રમાણે મતદાન ટકાવારી

જિલ્લો

મતદાન %

મુખ્ય હાઇલાઇટ્સ

મુઝફ્ફરપુર

71.03%

સૌથી વધુ મતદાન, બોચાહન (76.35%) અને કુધની (75.63%) અગ્રેસર

બેગુસરાય

69.27%

બછવારા (71.22%), ચેરિયા-બરિયારપુર (70.18%) ઉંચા મતદાન સાથે આગળ

મધેપુરા

69.03%

આલમનગર (69.82%) અને સિંહેશ્વર (69.46%) આગળ

ગોપાલગંજ

66.58%

બૈકુંઠપુર (69.63%) અને કુચાયકોટ (67.08%) ટોપ પર

સમસ્તીપુર

67.27%

સમસ્તીપુર સીટે 72.12% મતદાન સાથે રેકોર્ડ બનાવ્યો

ખાગરિયા

66.40%

ખાગરીયા (68.60%) સૌથી આગળ

સહરસા

62.65%

સહરસા સીટે 67.03% મતદાન

બક્સર

61.39%

બક્સર (65.40%) પર સૌથી વધુ મતદાન

ભોજપુર

58.27%

તરારી (63.61%) અને જગદીશપુર (60.32%) આગળ

સારણ

61.88%

પારસા (66.44%) અને સોનપુર (65.03%) ટોપ પર

દરભંગા

62.84%

બહાદુરપુર (67.95%) અને હયાઘાટ (65.40%) સૌથી આગળ

નાલંદા

59.33%

રાજગીર (62.03%) અને હિલ્સા (61.82%) આગળ

પટણા

55.02%

બિક્રમ (66.95%) સૌથી વધુ, શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન

શેખપુરા

53.45%

સૌથી ઓછું મતદાન

સિવાન

57.41%

બારહરિયા (61.53%) અને મહારાજગંજ (60.14%) આગળ

વૈશાલી

60.83%

પાતેપુર (67.23%) અને રાજપાકર (64.59%) ટોચે

લખીસરાય

65.05%

સૂર્યગઢ (66.80%) આગળ

મુંગેર

63.23%

તારાપુર (66.88%) આગળ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now