Home Gujarat If Your Child Has These Symptoms Then Be Careful Parents Should Wake Up Now After The Som Lalit School Tragedy

આપના સંતાનોમાં જો આ લક્ષણો હોય તો ચેતી જજો : સોમ લલિત સ્કૂલ આપધાત કેસ પછી વાલીઓ હવે જાગી જાઓ

આપના સંતાનોમાં જો આ  લક્ષણો હોય તો ચેતી જજો
Published by: OBS Bureau
Last Updated: Jul 25, 2025, 07:42 AM IST

આધુનિક જીવનશૈલી અને ટેકનોલોજી સાથેની આસક્તિના કારણે બાળકોમાં માનસિક દબાણ, ડિપ્રેશન અને એકાંત પ્રેમ જેવી પરિસ્થિતિઓ વધી રહી છે. આવી સ્થિતિમાં, બાળકના વર્તનમાં જો અચાનક ફેરફાર જોવા મળે તો વાલીઓએ તેને ગંભીરતાથી લેવા જોઈએ, એવી ચેતવણી માનસિક આરોગ્ય નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે.

આવા લક્ષણો જોવો મળે તો ચિંતાનું કારણ બની શકે:

  • બાળક અચાનક એકલવાયું વર્તન કરવા લાગે

  • સામાજિક સંબંધોથી દૂર રહે અને સામાન્ય વાતચીત ટાળી નાખે

  • સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતી પોસ્ટ્સ મૂકે

  • રાત્રે લાંબો સમય જાગી રહે અને દિવસે ઊંઘ માંડે

  • નાની નાની વાત પર ગુસ્સો કરે

  • પોતાની જાતને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરે

  • પરિવાર અને મિત્રો સાથેનો સંપર્ક ટાળી દે

વાલીઓ માટે વિશેષજ્ઞોની સલાહ:

મનોવિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર, બાળકો સાથે સંવાદ જાળવી રાખવો સૌથી મહત્વપૂર્ણ છે. વાલીઓએ બાળક સાથે માત્ર પ્રશ્નો પુછવા નહિ પરંતુ ખૂલે તે રીતે વાતચીત કરવી જોઈએ.

  • બાળકોની લાગણીઓને સમજવા માટે તેમનો અવાજ શાંતિથી સાંભળવો

  • ઘરમાં હળવું અને ટેન્શન-મુક્ત વાતાવરણ ઉભું કરવું

  • સ્કૂલના શિક્ષકો અથવા કાઉન્સેલરો સાથે સમયાંતરે વાતચીત કરવી

  • વધુ ગંભીર સ્થિતિમાં બાળકોને મનોવિજ્ઞાનિક સલાહ મળે તે માટે વ્યવસાયિક સહાય લેવી

માનસિક આરોગ્ય પર કામ કરતી સંસ્થાઓનું કહેવું છે કે “માનસિક પીડા અંગત નથી રહેતી, તે આખા પરિવારને અસર કરે છે.” તેથી, જો બાળકનું વર્તન સામાન્યથી હટકે લાગે, તો તરત પગલાં લેવું જરૂરી છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now