Home Sports Icc Took Big Action Against 3 Players Including Shaheen Afridi Imposed Heavy Fine

ICCની મોટી કાર્યવાહી : શાહીન આફ્રિદી સહિત 3 ખેલાડીઓ પર મોટું એક્શન, ચેમ્પિયન ટ્રોફી પહેલા કાર્યવાહી

ICCની મોટી કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Feb 13, 2025, 02:33 PM IST

ICC: પાકિસ્તાન ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ સામે ICC એ મોટી કાર્યવાહી કરી છે. ટ્રાઈ સિરીઝમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 12 ફેબ્રુઆરીએ મેચ રમાઈ હતી. આ મેચમાં ICC આચાર સંહિતાના લેવલ 1નું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ ખેલાડીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. આ ત્રણ ખેલાડીઓમાં શાહીન આફ્રિદી, સઈદ શકીલ અને કામરાન ગુલામનો સમાવેશ થાય છે.


ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી પર કોડની કલમ 2.12નું ઉલ્લંઘન કરવા બદલ મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય કામરાન ગુલામ અને સઈદ શકીલને સંહિતાની કલમ 2.5નું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે. બંનેની 10 ટકા મેચ ફી કાપવામાં આવી છે.

શું હતો મામલો?
પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટ્રાય નેશન સીરિઝની ત્રીજી મેચની 28મી ઓવર દરમિયાન શાહીન આફ્રિદી અને મેથ્યુ બ્રેટ્ઝકે વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આફ્રિદી પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો હતો અને મેથ્યુ પાસે દલીલ કરવા ગયો હતો. પછી બીજા બોલ પર મેથ્યુ બ્રિટ્ઝકે સિંગલ લઈ રહ્યો હતો. આ દરમિયાન આફ્રિદીએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચે શારીરિક સંપર્ક થયો હતો અને ઉગ્ર બોલાચાલી થઈ હતી.

ગુલામ અને શકીલ પણ ગુસ્સે થયા
આ પછી તેમ્બા બાવુમા 29મી ઓવરમાં રનઆઉટ થયો હતો. આ દરમિયાન કામરાન ગુલામ અને સઈદ શકીલ ઉજવણી કરવા બાવુમા પાસે પહોંચ્યા હતા. બંને ખેલાડીઓએ નજીકથી બાવુમાને સ્લેજ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાવુમાએ ખેલદિલી દર્શાવી અને શાંતિથી પેવેલિયન પરત ફર્યા.

આફ્રિદી, ગુલામ અને શકીલના ખાતામાં 1-1 ડીમેરિકેટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યા છે. છેલ્લા 24 મહિનામાં આ ખેલાડીઓએ મેદાન પર આ પહેલો ગુનો કર્યો છે. તમામ ખેલાડીઓએ લાદવામાં આવેલા પ્રતિબંધોને સ્વીકારી લીધા છે. આ મામલે હવે કોઈ ઔપચારિક સુનાવણી થશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now