Home Sports Icc T20 Womens World Cup 2026 Full Schedule India Vs Pakistan Match

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે હાઈવોલ્ટેજ મેચ : નોંધી લો તારીખ, સ્થળ અને સમય

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે હાઈવોલ્ટેજ મેચ
Published by: OBS Bureau
Last Updated: Jul 07, 2025, 02:02 PM IST

ICC મહિલા T20 વર્લ્ડકપનો ક્રેઝ પહેલાથી જ શરૂ થઈ ગયો છે. આ વર્લ્ડકપ 2026માં ઈંગ્લેન્ડમાં રમાશે. T20 વર્લ્ડકપ 12 જૂનથી શરૂ થશે અને 5 જુલાઈ સુધી ચાલશે. T20 વર્લ્ડકપની ફાઇનલ લોર્ડ્સના મેદાન પર રમાશે. આ વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની ટીમોને એક જ ગ્રુપમાં રાખવામાં આવી છે. જેના કારણે વર્લ્ડકપની શરૂઆતમાં બંને ટીમો વચ્ચે જોરદાર મેચ દર્શકોને જોવા મળશે.

12 ટીમો ભાગ લેશે
ICC મહિલા T20 વર્લ્ડકપ 2026 માં 12 ટીમો ભાગ લેશે. આ ટીમોને છ-છ ના ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ 1 માં ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. ગ્રુપ 2 માં ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય ચાર ટીમો ગ્લોબલ ક્વોલિફાયર પછી નક્કી થશે.

કેટલા વાગે ચાલુ થશે
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ મહિલા T20 વર્લ્ડકપ શરૂ થયાના બે દિવસ પછી, એટલે કે, રવિવાર 14 જૂને રમાશે. આ મેચ એજબેસ્ટન મેદાન પર રમાશે. આ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યે શરૂ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now