Home Sports Icc Released The Annual Ranking India Australia Dominated Know The Condition Of Other Teams

ICCએ જાહેર કરી રેન્કિંગ : ભારત-ઓસ્ટ્રેલિયાનો દબદબો, જાણો અન્ય ટીમોના હાલ

ICCએ જાહેર કરી રેન્કિંગ
Published by: OBS Bureau
Last Updated: May 05, 2025, 02:00 PM IST

ICC Annual Rankings: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે (ICC) સોમવારે વાર્ષિક રેન્કિંગ જાહેર કર્યું, જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ જોવા મળ્યું. જ્યારે કાંગારૂ ટીમ ટેસ્ટમાં નંબર વન તરીકે ઉભરી આવી છે, ત્યારે ભારત વનડે અને ટી-20માં ટોચ પર છે. નવીનતમ રેન્કિંગમાં મે 2024 થી અત્યાર સુધી રમાયેલી બધી મેચોને 100 ટકા અને છેલ્લા બે વર્ષની મેચોને 50 ટકા દર આપવામાં આવ્યો છે.

ટેસ્ટમાં કાંગારૂ ટીમ ટોચ પર

ગયા વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતનાર કાંગારૂ ટીમે ફરી એકવાર ટેસ્ટમાં પોતાની સર્વોપરિતા સાબિત કરી છે. જોકે અપડેટ પછી તેની લીડ 15 પોઈન્ટથી ઘટીને 13 પોઈન્ટ થઈ ગયા છે. પેટ કમિન્સની ટીમના 126 રેટિંગ પોઈન્ટ છે.

ઇંગ્લેન્ડે ટેસ્ટમાં મોટી લગાવી છલાંગ
ટેસ્ટમાં બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ટીમે મોટી છલાંગ લગાવી છે અને દક્ષિણ આફ્રિકા અને ભારત બંનેને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચી ગઈ છે. ટીમને આ ફાયદો એટલા માટે મળ્યો છે કારણ કે તેણે ગયા વર્ષે ચારમાંથી ત્રણ ટેસ્ટ શ્રેણી જીતી હતી. ઈંગ્લેન્ડના રેટિંગ પોઈન્ટ વધીને ૧૧૩ થયા છે. ઈંગ્લેન્ડ પછી પ્રોટીઝ ટીમ ૧૧૧ પોઈન્ટ સાથે આવે છે, જ્યારે ભારત 105 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

ટીમ ઇન્ડિયા વનડેમાં શ્રેષ્ઠ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં જીત સાથે ટીમ ઈન્ડિયાએ ODI માં ટોચ પર પોતાની પકડ મજબૂત બનાવી છે. ટીમના અત્યાર સુધીના રેટિંગ પોઈન્ટ હવે 122 થી વધીને 124 થઈ ગયા છે. બીજા સ્થાને ચેમ્પિયન્સ ટ્રોફીના રનર્સ-અપ ન્યુઝીલેન્ડ છે, જેણે કટ્ટર હરીફ ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું છે, જે હવે ત્રીજા સ્થાને છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now