ICC Men's T20 World Cup 2026: ભારત અને શ્રીલંકા સાથે મળીને ICC Men's T20 World Cup 2026 નું આયોજન કરી રહી છે. મંગળવાર 25 નવેમ્બરે ICC ના અધ્યક્ષ જય શાહની હાજરીમાં T20 વર્લ્ડ કપ 2026 નું શેડ્યૂલ જાહેર કારવમાં આવ્યું હતું. 7 ફેબ્રુઆરીથી શરૂ થનાર T20 world cup ના 10 એડિશનની ફાઇનલ મેચ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પણ જો પાકિસ્તાનની ટીમ ફાઇનલમાં સુધી પહોંચે છે તો, ફાઇનલ મેચ શ્રીલંકાના કોલંબોમાં થશે.
ભારત અને પાકિસ્તાનનું ગ્રુપ
ગ્રુપ A માં ભારતની સાથે પાકિસ્તાન, યુએસએ, નેધરલેન્ડ અને નામિબિયા છે. ગ્રુપ B માં ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા, આયર્લેન્ડ, ઝિમ્બાબ્વે અને ઓમાન. ગ્રુપ C માં ઇંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, નેપાળ અને ઈટલી. જ્યારે ન્યૂ ઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તાન, કેનેડા અને યુએઈને ગ્રુપ D માં રાખવામાં આવી છે.
T20 વર્લ્ડ કપ 2026 ના સ્થળો
T20 વર્લ્ડ કપની મેચો ભારતમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ, કોલકાતાના ઇડન ગાર્ડન્સ, ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. જ્યારે શ્રીલંકામાં કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ અને સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ સહિત કેન્ડીના પલ્લીકેલ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવશે.
ભારતની મેચો
T20 વર્લ્ડ કપની શરૂઆત 7 ફેબ્રુઆરીએ પાકિસ્તાન અને નેધરલેન્ડ કરશે. તે જ દિવસે ભારત અને યુએસએ વચ્ચે પણ મેચ રમાશે. જે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ભારતની બીજી મેચ 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. 15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાનની મેચ શ્રીલંકાના કોલંબોમાં રમાશે. અને 18 ફેબ્રુઆરીએ ભારત અને નેધરલેન્ડની મેચ અમદાવાદમાં રમાશે. આ ચાર મેચ પછી, 21 તારીખથી સુપર 8 ના સ્ટેજની મેચો ચાલુ થશે. 4 માર્ચે પ્રથમ સેમીફાઇનલ અને 5 માર્ચે બીજી સેમીફાઇનલ મેચ થશે અને 8 માર્ચે ફાઇનલ થશે.





















