Home Automobile Hyundai Venue And Venue N Line Countdown Begins Will Be Launched Soon

Hyundai Venue અને Venue N Line ની લોન્ચ માટેનું કાઉન્ટડાઉન શરૂ! : હાઇ-ટેક ઇન્ટિરિયર, ફીચર્સ, ડિઝાઇન અને 8 જબરદસ્ત કલર ઓપ્શનમાં આવશે

Hyundai Venue અને Venue N Line ની લોન્ચ માટેનું કાઉન્ટડાઉન શરૂ!
Published by: OBS Bureau
Last Updated: Nov 03, 2025, 10:12 AM IST

New generation Hyundai Venue and Venue N Line to be launched: આ તહેવારોની સિઝનમાં Hyundai India પોતાના ગ્રાહકો માટે એક મોટી ભેટ લઈને આવી છે. કંપનીની ન્યુ-જનરેશનની Hyundai Venue અને Venue N Line હવે દેશભરના ડીલરશીપ પર આવી ગઈ છે. બંને SUV ની કિંમતો સત્તાવાર રીતે 4 નવેમ્બર, 2025 ના રોજ જાહેર કરવામાં આવશે, પરંતુ બુકિંગ પહેલાથી જ શરૂ થઈ ગયું છે. અને તેની બૂકિંગ જોરદાર ચાલી રહ્યું છે. જાણો ન્યુ જનરેશન Hyundai Venue અને Venue N Line ની વિગતવાર માહિતી.

8 કલર ઓપ્શનમાં આવશે

ન્યુ Venue અને Venue N Line ને અદભુત Titan Grey કલરમાં જોવા મળી છે, જે લોન્ચ સમયે ઉપલબ્ધ 8 કલર ઓપ્શનમાંથી એક છે. આ વખતે ગ્રાહકો 8 વેરિઅન્ટમાંથી તેમના બજેટ અને પસંદગી મુજબ મોડલ પસંદ કરી શકે છે.

નવી ડિઝાઇન

2025 Hyundai Venue માં ઘણા કોસ્મેટિક અપડેટ્સ થયા છે, જે તેને પહેલા કરતા વધુ સ્ટાઇલિશ બનાવે છે. તેમાં નવી ફ્રન્ટ અને રીઅર બમ્પર ડિઝાઇન, વધુ મજબૂત સ્કિડ પ્લેટ્સ, LED હેડલાઇટ અને ટેલલાઇટ્સનું નવું સેટઅપ અને પાછળના ભાગમાં પહોળી LED લાઇટ બાર આપવામાં આવી છે. આ બધા સાથે, Venue હવે વધુ મોર્ડન અને મસ્ક્યુલર લુકમાં દેખાય છે. Venue સાથે આવતા 17 ઇંચના ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ તેના લુકને વધુ સ્પોર્ટી બનાવે છે.

હાઇ-ટેક ઇન્ટિરિયર ફીચર્સ

ઇન્ટિરિયરમાં બે મોટી સ્ક્રીન, ADAS અને કનેક્ટેડ ટેક ફીચર્સ છે. નવા Venue ની અંદર એક નજર નાખતા તમને એવું લાગે છે કે, તમે કોઈ લક્ઝરી SUV માં બેઠા છો. હા, કારણ કે હવે તેમાં બે 12.3 ઇંચની ડ્યુઅલ ડિસ્પ્લે સ્ક્રીન, ઓવર-ધ-એર (OTA) અપડેટ્સ, ઇલેક્ટ્રિક સનરૂફ, રીઅર એસી વેન્ટ્સ, બ્લુલિંક કનેક્ટેડ કાર ટેકનોલોજી, લેવલ 2 ADAS સેફ્ટી સિસ્ટમ અને નવું થ્રી-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ મળશે. N Line વર્ઝનમાં આ બધા ફીચર સાથે લાલ સ્ટીચિંગ, N-Line બેજિંગ અને એક્ઝોસ્ટ નોટમાં ખાસ ફેરફાર જેવા સ્પોર્ટી ટચ પણ આપવામાં આવ્યા છે.


એન્જિન વિકલ્પો

ન્યુ Hyundai Venue એ જ દમદાર એન્જિન સેટઅપ મળશે. તેમાં 1.2 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ, 1.5 લિટર ડીઝલ એન્જિન અને 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન મળે છે. તેમાં હવે નવું 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ છે, જે પહેલા ફક્ત DCT સુધી મર્યાદિત હતું. અને Venue N Line ફક્ત ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવશે, જે ખાસ કરીને પર્ફોર્મન્સ પ્રેમીઓ માટે છે.

બુકિંગ ઝડપથી વધી રહ્યું છે

Hyundai ના જણાવ્યા અનુસાર, Venue અને N Line બંને માટે બુકિંગ ઝડપથી વધી રહ્યું છે. લોકો નવી ડિઝાઇન અને એડવાન્સ ટેકનોલોજી વિશે ખૂબ જ ઉત્સાહિત છે. કંપની 4 નવેમ્બરના રોજ કિંમતની જાહેરાત સાથે ડિલિવરી માટેની યોજનાઓ વિશેની માહિતી શેર કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now