Home Automobile Hyundai Tucson Becomes Safer Gets 5 Star Rating In Global Crash Test

Hyundai Tucson થઈ વધુ સેફ, ગ્લોબલ ક્રેશ ટેસ્ટમાં મળ્યું 5-સ્ટાર રેટિંગ : જાણો તેના આધુનિક ફીચર્સ વિશેની માહિતી

Hyundai Tucson થઈ વધુ સેફ, ગ્લોબલ ક્રેશ ટેસ્ટમાં મળ્યું 5-સ્ટાર રેટિંગ
Published by: OBS Bureau
Last Updated: Oct 15, 2025, 06:45 AM IST

Hyundai Tucson 2025 Facelift Model: હ્યુન્ડાઇની લોકપ્રિય SUV Tucson ફરી એકવાર તેની મજબૂતી અને સેફટીને સાબિત કરી છે. ત્રણ વર્ષ પહેલાં SUV ક્રેશ ટેસ્ટમાં નિષ્ફળ ગઈ હતી, પરંતુ તેના 2025 ફેસલિફ્ટ મોડલે નોંધપાત્ર પુનરાગમન કર્યું છે, Latin NCAP ક્રેશ ટેસ્ટમાં સંપૂર્ણ 5-સ્ટાર સેફટી રેટિંગ પ્રાપ્ત કરી છે. જાણો તેના ફીચર્સ વિશેની માહિતી.

નવી Tucson હવે કેટલી સેફ?

Latin NCAP (New Car Assessment Programme) દ્વારા હાલમાં હાથ ધરવામાં આવેલા ક્રેશ ટેસ્ટમાં, 2025 Hyundai Tucson એ દરેક શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું. SUV એ પુખ્ત વયના લોકો માટે સેફટી 83.98%, બાળકો માટે સેફટીમાં 91.62%, રાહદારીઓ માટે સેફટીમાં 75.08% અને સેફટી આસિસ્ટમાં 96.28% સ્કોર કર્યો. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, નવી Tucson ફક્ત ડ્રાઇવર અને મુસાફરો માટે જ નહીં, પણ રાહદારીઓ માટે પણ પહેલા કરતાં વધુ સુરક્ષિત બની ગઈ છે.

અદ્યતન સેફટી ફીચર્સથી વધુ મજબૂત

નવી Tucson હવે પહેલા કરતાં વધુ એડવાસ સેફટી ટેક્નોલોજી આપવામાં આવી છે. છ એરબેગ્સ પ્રમાણભૂત છે, જે બધી દિશામાં સુરક્ષા પૂરી પાડે છે. વધુમાં, SUV માં ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), ઓટોનોમસ ઇમરજન્સી બ્રેકિંગ (AEB), લેન સપોર્ટ સિસ્ટમ (LSS), બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન (BSD), અને એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) જેવી ટેક્નોલોજી સામેલ છે. આ ફીચર્સ Tucson ને એક લક્ઝરી અને સેફ SUV બનાવે છે.

0-સ્ટારથી 5-સ્ટાર સુધીની સફર

2022 માં, Hyundai Tucson ને Latin NCAP ટેસ્ટમાં 0-સ્ટાર રેટિંગ મળ્યું કારણ કે, તેમાં ફક્ત બે ફ્રન્ટ એરબેગ્સ અને ખૂબ જ મર્યાદિત સેફટી ફીચર્સ આપતા હતા. ત્યારપછી, હ્યુન્ડાઇએ નોંધપાત્ર સુધારા કર્યા - સાઇડ અને કર્ટેન એરબેગ્સ, ESC ને સ્ટાન્ડર્ડ ફીચર બનાવવામાં આવ્યા અને 2023 માં ફરીથી પરીક્ષણ કરવામાં આવ્યું. ત્યારે તેને 3-સ્ટાર રેટિંગ મળ્યું. હવે, 2025 ફેસલિફ્ટમાં ADAS અને નવા સેફટી ફીચર્સના વધારા સાથે, આ SUV ને સીધી 5-સ્ટાર રેટિંગ સુધી પહોંચી ગઈ છે.

શું Tucson હવે સૌથી સુરક્ષિત SUV છે?

નવી Hyundai Tucson 2025 હવે સેફટીની દ્રષ્ટિએ શ્રેષ્ઠ SUV માંથી એક બની ગઈ છે. તેમાં એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS), 6 એરબેગ્સ અને હાઇ-સેફટી સ્ટાન્ડર્ડ જેવા આધુનિક ફીચર્સ મળે છે. હ્યુન્ડાઇ કહે છે કે તે આગામી તમામ વૈશ્વિક મોડલો માટે સમાન સેફટી સ્ટાન્ડર્ડ લાગુ કરશે, જેથી ખાતરી કરી શકાય કે, દરેક દેશના ગ્રાહકોને સમાન સ્તરની સેફટી અને શ્રેષ્ઠ ડ્રાઇવિંગ અનુભવ મળે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now