Home Automobile Hyundai New Suv Ev Launch India Investment Plan Gujarati

ટાટા-મહિન્દ્રાની બાદશાહતને પડકારવા હ્યુન્ડાઇનો માસ્ટરસ્ટ્રોક! : આગામી આ બે કારો SUV માર્કેટમાં બનશે ગેમચેન્જર

Hyundai
Image Credit: AI Image
Published by: Aryan Shah
Last Updated: May 09, 2026, 09:20 AM IST

Hyundai : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં હાલમાં ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. ખાસ કરીને SUV સેગમેન્ટમાં ટાટા મોટર્સ અને મહિન્દ્રા જેવી કંપનીઓનું વર્ચસ્વ વધી રહ્યું છે. આ સ્થિતિમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયાએ કમર કસી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2026-27 માટે એક શાનદાર બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે, જે અંતર્ગત ભારતીય રસ્તાઓ પર બે તદ્દન નવી કાર ઉતારવામાં આવશે. આ લોન્ચિંગથી માત્ર ગ્રાહકોને નવા ઓપ્શન જ નહીં મળે, પરંતુ અન્ય દિગ્ગજ કંપનીઓ માટે પણ મોટો પડકાર ઉભો થશે.

હ્યુન્ડાઇનો નવો બિઝનેસ રોડમેપ

હ્યુન્ડાઇએ માત્ર નવી કારોની જાહેરાત જ નથી કરી પરંતુ તેના ભવિષ્યના રોકાણ વિશે પણ મોટો ખુલાસો કર્યો છે. કંપની ભારતમાં આશરે ₹7,500 કરોડનું માતબર રોકાણ કરવા જઈ રહી છે. આ રોકાણનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્પાદન ક્ષમતા વધારવી અને નવી ટેકનોલોજીને ભારતમાં લાવવાનો છે. કંપનીએ ચાલુ નાણાકીય વર્ષ માટે વેચાણમાં 8 થી 10 ટકાનો ગ્રોથ હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ માટે હ્યુન્ડાઇ પોતાના શોરૂમ નેટવર્કને પણ વિસ્તારી રહી છે જેથી નાના શહેરો સુધી પહોંચી શકાય.

બે નવા પાવરફુલ નેમપ્લેટ

આ વર્ષની સૌથી મોટી હાઇલાઇટ હ્યુન્ડાઇના બે નવા નેમપ્લેટ છે. તેનો અર્થ એ કે આ કારો હાલની કોઈ ગાડીનું મોડિફિકેશન નથી, પણ તદ્દન નવી બ્રાન્ડ તરીકે બજારમાં આવશે.

  • ICE (પેટ્રોલ-ડીઝલ) મોડલ : એક મિડસાઇઝ SUV હશે, જે પાવરફૂલ એન્જિન અને પ્રીમિયમ લુક સાથે આવશે. તે લાંબી મુસાફરી કરનારા અને પેટ્રોલ-ડીઝલના ચાહકો માટે બેસ્ટ ઓપ્શન બનશે.

  • EV (ઇલેક્ટ્રિક) મોડલ : બીજી એક કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV હશે. કંપની ઇલેક્ટ્રિક વાહનોના સેગમેન્ટમાં પોતાનો હિસ્સો વધારવા માંગે છે, તેથી આ કારને ખાસ ભારતીય રસ્તાઓ અને ગ્રાહકોની પસંદગી મુજબ લોકલ સ્તરે જ ડિઝાઇન કરવામાં આવી છે.

ભારતના કાર માર્કેટમાં Hyundaiનું સફરનામું: આ 3 ગાડીઓએ લખી સફળતાની કહાની


માર્કેટમાં હરીફો સામે સીધી ટક્કર

હ્યુન્ડાઇના આ નવા મોડલ્સ આવવાથી માર્કેટમાં સમીકરણો બદલાશે. પેટ્રોલ સેગમેન્ટમાં આ કાર સીધી રીતે મારુતિ સુઝુકી વિક્ટોરિસ, સ્કોડા કુશાક અને ટોયોટા હાઇરાઇડર જેવી ગાડીઓ સામે મેદાનમાં ઉતરશે. જ્યારે ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં તે ટાટા નેક્સન EV જેવી બેસ્ટ સેલર કારની બાદશાહતને પડકારશે. આ ઉપરાંત મહિન્દ્રા XUV3XO અને MG વિન્ડસર EV જેવી કારો સાથે પણ તેની જોરદાર સ્પર્ધા જોવા મળશે. હ્યુન્ડાઇ આ કારોમાં લેટેસ્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સુરક્ષાના એડવાન્સ ફિચર્સ પણ આપી શકે છે.

આ 5 સેડાન કારના ફીચર્સ જાણશો તો SUV ભૂલી જશો!: જાણો કિંમતથી લઈને A to Z વિગતો

સ્થાનિક ઉત્પાદન પર વિશેષ ભાર

હ્યુન્ડાઇની આ રણનીતિ પાછળનું મુખ્ય કારણ 'લોકલાઇઝેશન' છે. કંપની ઈચ્છે છે કે કારના સ્પેરપાર્ટ્સ અને બેટરી પેક ભારતમાં જ બને જેથી કારની કિંમત સ્પર્ધાત્મક રાખી શકાય. ખાસ કરીને ઇલેક્ટ્રિક કાર માટે લોકલ ડેવલપમેન્ટ કરવાથી ગ્રાહકોને ઓછા ભાવે હાઇ-ટેક ઇલેક્ટ્રિક ગાડીઓ મળી શકશે. 2030 સુધીમાં હ્યુન્ડાઇએ કુલ 30 નવા મોડલ લાવવાનું જે વચન આપ્યું છે, તેની શરૂઆત આ બે ધમાકેદાર લોન્ચિંગથી થવા જઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now