Home Automobile Hyundai India December Discount Offers On Verna I20 Aura Alcazar Car Prices

ડિસેમ્બરમાં હ્યુન્ડાઈની કાર ખરીદવાનો શ્રેષ્ઠ અવસર : લાખો રૂપિયાની ઓફરની જાહેરાત

ડિસેમ્બરમાં હ્યુન્ડાઈની કાર ખરીદવાનો શ્રેષ્ઠ અવસર
Published by: OBS Bureau
Last Updated: Dec 02, 2025, 07:00 PM IST

વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને આ સમયે કાર કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે મોટા ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે નવી ગાડી લેવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય સૌથી બેસ્ટ છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા દ્વારા પોતાની લોકપ્રિય સેડાન અને હેચબેક ગાડીઓ પર જબરદસ્ત ફાયદો આપવામાં આવી રહ્યો છે. ગ્રાહકો માટે કંપનીએ અલગ અલગ મોડલ પર આકર્ષક સ્કીમ બહાર પાડી છે જેથી તમારા સપનાની કાર હવે બજેટમાં આવી શકે છે. હ્યુન્ડાઈની આ ઓફરમાં રોકડ ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ બોનસ જેવી સુવિધાઓનો લાભ મળી શકે છે.

સેડાન સેગમેન્ટની વાત કરીએ તો હ્યુન્ડાઈ વર્ના એક પ્રીમિયમ પસંદગી છે. આ મહિને જો તમે વર્ના ઘરે લઈ જવાનું પ્લાનિંગ કરો છો તો તમને સીધો 75 હજાર રૂપિયાનો ફાયદો થઈ શકે છે. આ કારની એક્સ શોરૂમ કિંમત 10.69 લાખથી શરૂ થઈને 16.98 લાખ સુધી જાય છે. મિડ સાઈઝ સેડાનમાં આ કાર તેના લૂક અને ફીચર્સ માટે ખૂબ જાણીતી છે. તેવી જ રીતે આજના યુવાનોમાં હોટ ફેવરિટ ગણાતી પ્રીમિયમ હેચબેક આઈ 20 પર પણ કંપની મહેરબાન થઈ છે. જો તમારે આ મહિને આઈ 20 ખરીદવી હોય તો તમે 70 હજાર રૂપિયા સુધીની બચત કરી શકો છો. ભારતીય માર્કેટમાં આ ગાડી 6.87 લાખથી લઈને 11.46 લાખ રૂપિયાની એક્સ શોરૂમ કિંમતે ઉપલબ્ધ છે.

નાની ફેમિલી કાર તરીકે જાણીતી ગ્રાન્ડ આઈ 10 નિયોસ પર પણ ઓફરોનો વરસાદ થયો છે. હ્યુન્ડાઈની આ હેચબેક કાર ખરીદવા પર ગ્રાહકોને 70 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. બજેટ ફ્રેન્ડલી ગણાતી આ કારની કિંમત 5.47 લાખથી 7.92 લાખ રૂપિયાની વચ્ચે છે. જો તમને મોટી ગાડી એટલે કે 7 સીટર એસયુવીનો શોખ હોય તો અલ્કાઝાર બેસ્ટ ઓપ્શન છે. અલ્કાઝાર ખરીદવા પર ગ્રાહકો 40 હજાર રૂપિયા સુધીની બચત કરી શકે છે. આ એસયુવીની કિંમત 14.47 લાખથી શરૂ થાય છે અને ટોપ મોડલ 20.96 લાખ સુધી જાય છે.

કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટમાં હ્યુન્ડાઈ ઓરા પણ સારો વિકલ્પ છે. આ ગાડી પર ડિસેમ્બર મહિનામાં મહત્તમ 33 હજાર રૂપિયા સુધીનો બેનિફિટ મળી રહ્યો છે. ઓરાની કિંમત 5.98 લાખથી શરૂ થઈને 8.42 લાખ રૂપિયા સુધી છે. આ ઉપરાંત કંપનીએ ડિસેમ્બર માટે એક ખાસ કેમ્પેઈન પણ શરૂ કર્યું છે જેમાં અમુક સિલેક્ટેડ મોડલ પર ગ્રાહકો પૂરા 1 લાખ રૂપિયા સુધીનો ફાયદો મેળવી શકે છે. આમ વર્ષ પૂરું થતા પહેલા નવી કાર લેવી ફાયદાકારક સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now