logo-img
Hyundai I20 With Premium Look And Strong Safety At Just Rs 599 Lakh Know About The New Features

Hyundai i20 હવે માત્ર ₹5.99 લાખમાં! : પ્રીમિયમ લુક અને દમદાર સેફ્ટી સાથે જાણો નવા ફીચર્સ વિશે

Hyundai i20 હવે માત્ર ₹5.99 લાખમાં!
Published by: Offbeat Team
| Last Updated: Feb 06, 2026, 07:09 AM IST

Hyundai i20 : હ્યુન્ડાઇએ પોતાની સૌથી લોકપ્રિય પ્રીમિયમ હેચબેક i20 ની કિંમતોમાં મોટો ફેરફાર કરીને ગ્રાહકોને ખુશ કરી દીધા છે. હવે આ પ્રીમિયમ કારની શરૂઆતી કિંમત ઘટીને માત્ર ₹5.99 લાખ (એક્સ-શોરૂમ) થઈ ગઈ છે. આ કિંમત સાથે હ્યુન્ડાઇ i20 હવે સીધી રીતે Maruti Baleno અને Tata Altroz જેવી કારોને ટક્કર આપવા માટે તૈયાર છે. ખાસ વાત એ છે કે, કિંમત ઘટાડવા છતાં કંપનીએ ફીચર્સમાં કોઈ બાંધછોડ કરી નથી.

Era વેરિઅન્ટ : સસ્તું પણ સુરક્ષિત

i20 નું નવું એન્ટ્રી-લેવલ મોડલ 'Era' હવે સૌથી સસ્તું વેરિઅન્ટ બની ગયું છે. ઓછા બજેટમાં પણ હ્યુન્ડાઇએ સુરક્ષાનું પૂરું ધ્યાન રાખ્યું છે. આ બેઝ મોડલમાં પણ હવે 6 એરબેગ્સ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, અને ટાઇપ-C USB ચાર્જર જેવા પ્રીમિયમ ફીચર્સ મળે છે. આ ઉપરાંત તેમાં ટેલિસ્કોપિક સ્ટીયરિંગ અને બોડી કલર્ડ ડોર હેન્ડલ્સ પણ આપવામાં આવ્યા છે, જે તેને સસ્તી હોવા છતાં લુકમાં પ્રીમિયમ બનાવે છે.

Magma Executive : ટેકનોલોજીમુ કોમ્બિનેશન

જો તમારું બજેટ થોડું વધારે છે, તો Magna Executive વેરિઅન્ટ એક ઉત્તમ વિકલ્પ છે. જેની કિંમત ₹6.74 લાખ રાખવામાં આવી છે. આ વેરિઅન્ટમાં ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), ઓટોમેટિક હેડલેમ્પ્સ, કીલેસ એન્ટ્રી અને સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો કંટ્રોલ જેવા આધુનિક ફીચર્સ મળે છે. આ વેરિઅન્ટ ખાસ એવા ગ્રાહકો માટે છે જેઓ ઓછી કિંમતે સ્માર્ટ ફીચર્સ ઈચ્છે છે.

Magna વેરિઅન્ટ : લક્ઝરી અને કમ્ફર્ટ

વધારે ફીચર્સ અને કમ્ફર્ટ શોધી રહેલા લોકો માટે Magna વેરિઅન્ટ ₹6.99 લાખમાં ઉપલબ્ધ છે. આ મોડલની સૌથી મોટી ખાસિયત તેમાં મળતું ઇલેક્ટ્રિક સનરૂફ અને LED DRLs છે. આ સાથે જ પાછળ બેસનારા પેસેન્જર્સ માટે રીઅર AC વેન્ટ્સ અને સ્ટોરેજ સાથે ફ્રન્ટ આર્મરેસ્ટ આપવામાં આવ્યું છે, જે લાંબી મુસાફરીને આરામદાયક બનાવે છે.

એન્ટરટેઈનમેન્ટ માટે ખાસ પેકેજ

હ્યુન્ડાઇએ ગ્રાહકો માટે એક ખાસ ઓફર પણ રજૂ કરી છે. તમે માત્ર ₹14,999 વધારાના ચૂકવીને 10.1 ઇંચની મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ લગાવી શકો છો. આ સિસ્ટમમાં વાયરલેસ એપલ કારપ્લે, એન્ડ્રોઇડ ઓટો અને રિવર્સ કેમેરાની સુવિધા મળશે. આ અપગ્રેડ પર કંપની 3 વર્ષની વોરંટી પણ આપી રહી છે.

પાવરફુલ એન્જિન અને માઇલેજ

પરફોર્મન્સની વાત કરીએ તો, i20 માં 1.2-લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 83bhp નો પાવર જનરેટ કરે છે. આ એન્જિન 5-સ્પીડ મેન્યુઅલ અને CVT ગિયરબોક્સ એમ બંને ઓપ્શનમાં ઉપલબ્ધ છે. વધુ સારી માઇલેજ માટે તેમાં ઇન્ટિગ્રેટેડ સ્ટાર્ટર જનરેટર પણ આપવામાં આવ્યું છે, જે તમારા ફ્યુલની બચત કરે છે.

વોરંટી

હ્યુન્ડાઇ પોતાની આ કાર પર 3 વર્ષ અથવા 1,00,000 કિલોમીટરની સ્ટાન્ડર્ડ વોરંટી આપી રહી છે. ભારતમાં છેલ્લા 15 વર્ષથી i20 એ લોકોનો વિશ્વાસ જીત્યો છે અને અત્યાર સુધીમાં તેના 14.7 લાખથી વધુ યુનિટ્સ વેચાઈ ચૂક્યા છે. નવી કિંમતો સાથે તે ફરી એકવાર માર્કેટમાં ધૂમ મચાવવા તૈયાર છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now