ભારતીય કાર માર્કેટમાં Hyundaiએ ફરી એકવાર મોટી ચાલ ચાલી છે. કંપનીએ પોતાની લોકપ્રિય હેચબેક Grand i10 NIOSનું નવું VIBE Edition લોન્ચ કર્યું છે, જેમાં પહેલીવાર ડેશકેમ જેવા આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ કાર સસ્તી હોવા છતાં પ્રીમિયમ અનુભવ આપે છે.
Hyundai Motor Indiaનો નવો પ્રયાસ
Hyundaiએ પોતાના એન્ટ્રી-લેવલ સેગમેન્ટને વધુ મજબૂત બનાવતા Hyundai Grand i10 NIOSનું નવું VIBE Edition રજૂ કર્યું છે. આ મોડેલ ખાસ કરીને યુવા ખરીદદારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. કંપનીએ આ નવા એડિશન સાથે માત્ર ડિઝાઇન જ નહીં, પરંતુ ટેક્નોલોજી અને સેફ્ટી ફીચર્સમાં પણ મોટો સુધારો કર્યો છે.
કિંમત: જાણો અલગ-અલગ વેરિઅન્ટ્સ
નવી Grand i10 NIOS VIBE Edition અને અપડેટેડ વેરિઅન્ટ્સની એક્સ-શોરૂમ કિંમત નીચે મુજબ છે:
Sportz VIBE Edition MT: ₹7,09,400
Sportz VIBE Edition AMT: ₹7,61,400
Sportz (O) VIBE Edition AMT: ₹7,73,400
Asta MT (Updated): ₹7,50,700
Asta AMT (Updated): ₹8,02,600
આ કિંમતે આ કારને સસ્તી અને ફીચર-લોડેડ વિકલ્પ બનાવે છે.
શું ખાસ છે VIBE Editionમાં?
Hyundaiએ આ નવા એડિશનમાં પ્રીમિયમ અને સ્પોર્ટી લુક આપવા માટે અનેક ફેરફાર કર્યા છે:
બ્લેક ઇન્ટીરિયર સાથે રેડ ઇન્સર્ટ
15 ઇંચ બ્લેક એલોય વ્હીલ્સ
લેધર રેપ્ડ સ્ટિયરિંગ વ્હીલ
સ્માર્ટ કી અને પુશ બટન સ્ટાર્ટ
ક્રૂઝ કન્ટ્રોલ
પ્રોજેક્ટર હેડલેમ્પ્સ
ઓટોમેટિક AC
8 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ
Android Auto અને Apple CarPlay સપોર્ટ
રિયર AC વેન્ટ્સ
6 એરબેગ્સ અને TPMS (Tyre Pressure Monitoring System)
ડેશકેમ: સેગમેન્ટમાં પહેલીવાર
આ કારની સૌથી મોટી ખાસિયત છે તેનો ઇન-બિલ્ટ ડેશકેમ, જે આ સેગમેન્ટમાં પહેલીવાર આપવામાં આવ્યો છે.
આ ડેશકેમના ફાયદા:
ડ્રાઇવિંગ રેકોર્ડિંગ
ઇમરજન્સી વિડિયો કૅપ્ચર
વેકેશન મોડ રેકોર્ડિંગ
ફોટો કૅપ્ચર
ઓન-ડિમાન્ડ વિડિયો
આ ફીચર રોડ સેફ્ટી વધારવામાં મદદરૂપ છે અને અકસ્માત સમયે પુરાવા તરીકે ઉપયોગી બને છે.
ડિઝાઇનમાં પણ નવું અપગ્રેડ
Grand i10 NIOS VIBE Editionમાં Titan Grey Matte કલર આપવામાં આવ્યો છે, જે આ સેગમેન્ટમાં અનોખો છે. મેટ ફિનિશ કારને વધુ પ્રીમિયમ અને બોલ્ડ લુક આપે છે.
એન્જિન અને પાવર
આ કારમાં 1.2 લિટર કપ્પા પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે:
82 BHP પાવર
113.8 Nm ટોર્ક
જનરેટ કરે છે.
ટ્રાન્સમિશન વિકલ્પ:
5-સ્પીડ મેન્યુઅલ
AMT (ઓટોમેટિક)






