હાઇવે પર વાહન ચલાવતા ટ્રાન્સપોર્ટર્સ અને ડ્રાઇવરો માટે હવે નિયમો વધુ કડક બની ગયા છે. જો તમે ગાડીમાં ક્ષમતાથી વધુ માલ ભરશો, તો હવે માત્ર દંડ જ નહીં પરંતુ સીધું FASTagમાંથી પૈસા કપાશે. 15 એપ્રિલ 2026થી લાગુ થયેલા આ નવા નિયમો પરિવહન ક્ષેત્રમાં મોટો ફેરફાર લાવી શકે છે.
ભારતમાં માર્ગ પરિવહન વ્યવસ્થાને વધુ પારદર્શક અને નિયમિત બનાવવા માટે સરકારે મહત્વપૂર્ણ પગલું લીધું છે. 15 એપ્રિલ 2026થી નવા નિયમો અમલમાં આવ્યા છે, જેમાં ઓવરલોડ વાહનો માટે કડક દંડ અને ટોલ વસૂલાતની નવી પદ્ધતિ શરૂ કરવામાં આવી છે. આ નવા નિયમો ખાસ કરીને ટ્રક, પિકઅપ અને અન્ય કોમર્શિયલ વાહનો માટે લાગુ પડે છે. હવે જો કોઈ વાહન નક્કી કરેલી ક્ષમતા કરતાં વધુ વજન લઈને હાઇવે પર ચાલે છે, તો તેને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે.
ઓવરલોડ પર હવે ડબલ અને ચાર ગણુ ટોલ
નિયમો મુજબ જો કોઈ વાહન 10%થી 40% સુધી ઓવરલોડ હોય, તો તેને ટોલ ટેક્સનો ડબલ ચૂકવવો પડશે. જ્યારે 40% થી વધુ ઓવરલોડિંગ થાય છે, ત્યારે ટોલ ચાર ગણો એટલે કે ચાર ગણુ ચૂકવવો પડશે.
આથી સ્પષ્ટ છે કે હવે વધુ માલ ભરવાનો સીધો અર્થ છે વધુ ખર્ચ.
વજન પ્રમાણે લાગશે દંડ
પહેલાં ઓવરલોડ વાહનો માટે ફિક્સ દંડ હતો, પરંતુ હવે સિસ્ટમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
હવે દંડ સંપૂર્ણ રીતે વાહનના વધારાના વજન પર આધારિત રહેશે.
10% સુધી ઓવરલોડ: કોઈ દંડ નહીં
10% થી વધુ: દંડ લાગુ
જેટલું વધુ વજન, એટલો વધુ દંડ
આથી ડ્રાઇવરો અને ટ્રાન્સપોર્ટર્સ માટે નિયમોનું પાલન કરવું હવે વધુ જરૂરી બની ગયું છે.
ટેક્નોલોજીથી થશે કડક મોનીટરીંગ
સરકાર હવે હાઇવે પર આધુનિક સિસ્ટમનો ઉપયોગ કરી રહી છે, જેને Weigh-in-Motion system કહેવાય છે. આ સિસ્ટમની ખાસિયત એ છે કે વાહનને રોક્યા વગર જ તેનું વજન માપી શકાય છે.
તેના કારણે હવે ઓવરલોડિંગ છુપાવવું લગભગ અશક્ય બની જશે. આ ટેક્નોલોજી પારદર્શિતા વધારવામાં અને ભ્રષ્ટાચાર ઘટાડવામાં પણ મદદરૂપ બની શકે છે.
FASTagથી સીધી વસૂલાત
નવા નિયમોમાં સૌથી મોટો ફેરફાર એ છે કે હવે દંડ અને ટોલની વસૂલાત સીધી FASTag મારફતે થશે.
અર્થાત્, તમારા FASTag એકાઉન્ટમાંથી આપમેળે રકમ કપાઈ જશે.
આથી:
મેન્યુઅલ પ્રક્રિયા ખતમ થશે
સમય બચશે
પારદર્શિતા વધશે
VAHAN ડેટાબેસમાં નોંધાશે માહિતી
ઓવરલોડ પકડાયેલા દરેક વાહનની માહિતી હવે VAHAN database માં નોંધાશે.
આથી વારંવાર નિયમો તોડનારાઓ પર સરળતાથી નજર રાખી શકાશે અને તેમના સામે વધુ કડક કાર્યવાહી શક્ય બનશે.





