Yamaha : ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં યામાહાએ ફરી એકવાર ધૂમ મચાવી છે. કંપનીએ તેનું લોકપ્રિય સ્કૂટર Yamaha Fascino 125 Fi Hybrid 2026 નવા ફેરફારો અને શાનદાર માઇલેજ સાથે ભારતમાં લોન્ચ કરી દીધું છે. જો તમે એવું સ્કૂટર શોધી રહ્યા છો, જે લુકમાં પ્રીમિયમ હોય અને ખિસ્સા પર ભારે ન પડે, તો આ નવું Yamaha Fascino 125 Fi Hybrid 2026 તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે.
Yamaha Fascino 125 Fi Hybrid ની કિંમત અને વેરિઅન્ટ્સ
યામાહાએ આ સ્કૂટરને ત્રણ અલગ-અલગ વેરિઅન્ટમાં રજૂ કર્યું છે, જેથી ગ્રાહકો પોતાની જરૂરિયાત મુજબ પસંદગી કરી શકે. જેમાં 'Fascino Drum' ની શરૂઆતની કિંમત ₹76,600 (એક્સ-શોરૂમ) છે. જ્યારે મિડ-સ્પેક 'Fascino Disc' ની કિંમત ₹88,100 અને ટોપ મોડલ 'Fascino S' ની કિંમત ₹95,200 સુધી રાખવામાં આવી છે.
Yamaha Fascino 125 Fi Hybrid ની નવી મોડર્ન ડિઝાઇન
નવી ફેસિનોના ડિઝાઇનમાં કંપનીએ મોટા ફેરફાર કર્યા છે. આ સ્કૂટર હવે પહેલા કરતાં વધુ મોડર્ન અને આકર્ષક લાગે છે. ખાસ કરીને તેનો નવો ટેલ સેક્શન (પાછળનો ભાગ) અને અપડેટેડ ટેલલાઇટ્સ તેને રોડ પર અલગ ઓળખ આપે છે. નવા ગ્રાફિક્સ અને સ્ટાઇલિશ ઇન્ડિકેટર્સ યુવાનોને આકર્ષવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે.
Yamaha Fascino 125 Fi Hybrid નું પાવરફુલ હાઇબ્રિડ એન્જિન
આ સ્કૂટરમાં 125ccનું એર-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે ફ્યુઅલ ઇન્જેક્શન ટેકનોલોજી પર કામ કરે છે. તેની સૌથી મોટી ખાસિયત 'સ્માર્ટ મોટર જનરેટર' (SMG) સિસ્ટમ છે. આ હાઇબ્રિડ ટેકનોલોજી અને સ્ટાર્ટ-સ્ટોપ ફંક્શનને કારણે સ્કૂટર ચલાવવામાં એકદમ સ્મૂધ લાગે છે અને ટ્રાફિકમાં પણ ઇંધણની બચત કરે છે.
Yamaha Fascino 125 Fi Hybrid ની દમદાર 65 કિમીની માઇલેજ
મોંઘા પેટ્રોલના જમાનામાં આ સ્કૂટર મધ્યમ વર્ગ માટે આશીર્વાદ સમાન છે. કંપનીનો દાવો છે કે, Yamaha Fascino 125 Fi Hybrid 65 કિમી/લીટર સુધીની જબરદસ્ત માઇલેજ આપે છે. એટલે કે, ઓછા ખર્ચે તમે લાંબુ અંતર કાપી શકશો, જે તેને રોજિંદા કામકાજ માટે આર્થિક રીતે સસ્તું બનાવે છે.
Yamaha Fascino 125 Fi Hybrid ના ખાસ ફીચર્સ અને સેફટી
ફીચર્સની વાત કરીએ તો, તેમાં 21 લિટરની મોટી અંડરસીટ સ્ટોરેજ મળે છે, જેમાં તમે હેલ્મેટ કે અન્ય સામાન સરળતાથી રાખી શકો છો. સુરક્ષા માટે 'સાઇડ-સ્ટેન્ડ એન્જિન કટ-ઓફ' ફીચર આપેલું છે, જેનાથી સ્ટેન્ડ નીચે હોય તો એન્જિન ચાલુ થતું નથી. આ ઉપરાંત, આ સ્કૂટર ભવિષ્યના E20 ફ્યુઅલ સપોર્ટ સાથે આવે છે.





