Home Gujarat Husband Fired After Quarrel With Wife In Ahmedabad

અમદાવાદમાં પત્ની સાથે ઝઘડા બાદ પતિનું ફાયરિંગ : ગુસ્સામાં આવીને પતિએ કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ, પોલીસ ઘટનાસ્થળે

અમદાવાદમાં પત્ની સાથે ઝઘડા બાદ પતિનું ફાયરિંગ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 01, 2025, 12:03 PM IST

Ahmedabad Firing : અમદાબાદમાં સુભાષ સોસાયટીના બંગલા નંબર 16 માં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડા પછી પરિસ્થિતિ અત્યંત ઉગ્ર બની ગઈ. ઘરમાં ચાલતી કહ્યુંકહી બાદ પતિ ગુસ્સામાં ઘર બહાર આવ્યો અને બંગલાના કમ્પાઉન્ડમાં એક રાઉન્ડ તથા મુખ્ય દરવાજા પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

પોલીસે અટકાયત કરી તપાસ હાથધરી

પતિએ કુલ 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અચાનક થયેલા આ ગોળીબારથી આસપાસના લોકોમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ ગુજરાતી યુનિવર્સિટી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પોલીસે પતિને સ્થળ પર જ અટકાયત કરી લીધો અને વધુ તપાસ શરૂ કરી છે.

વિસ્તારમાં ચર્ચાનો વિષય

પ્રાથમિક માહિતી મુજબ પતિએ તીવ્ર ગુસ્સામાં આવી આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, છતાં આ બનાવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય ઉભો કર્યો છે.

મહિલા તેના પિતાના ઘરે આવી હતી

સુભાષ સોસાયટીમાં મહિલાનું પિયરી છે. જેથી મહિલા તેના પિતાના ઘરે આવી હતી. જે દરમિયાન મહિલાનો પતિ પણ તેની સાસરીમાં આવી પહોંચ્યો હતો. જ્યાં પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. જેમાં ગુસ્સે ભરાયેલા પતિએ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારે પોલીસે ફાયરિંગ કરનાર રાહુલ સોનીને પકડી પાડયો હતો. પોલીસ દ્વારા વધુ તપાસ માટે FSL ટીમને બોલાવાઈ હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now