Home International Hriyama Boxer Police Cctv Crime Husband Wife Kabaddi Offbeatstories B0797895 00dc 4923 9978 Cc4dcea368d4

શું ખરેખર પુરૂષ ક્યાંય પણ સુરક્ષિત નથી! : હરિયાણાની બોક્સરે પોલીસ સ્ટેશનમાં પતિની કરી ધોલાઈ

શું ખરેખર પુરૂષ ક્યાંય પણ સુરક્ષિત નથી!
Published by: OBS Bureau
Last Updated: Mar 25, 2025, 01:17 PM IST

આંતરરાષ્ટ્રીય બોક્સર અને અર્જુન એવોર્ડ વિજેતા સ્વીટી બૂરાએ તેના પતિ, ભારતીય કબડ્ડી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન દીપક હુડ્ડા પર દહેજ ઉત્પીડન અને મારપીટનો આરોપ લગાવ્યો છે. આ અંગે સ્વીટી બૂરાએ તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. ત્યારે હસાર પોલીસ મથકે બન્નેનું કાઉન્સેલીંગ ચાલી રહ્યું હતું તે દરમ્યાન અચાનક જ સ્વીટીએ પતિ દિપક ઉપર હુમલો કર્યો હતો. જેનાં સીસીટીવી ફુટેજ સામે આવતા તેમાં મહિલા બોક્સર તેનાં પતિની ધોલાઈ કરતી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જે વિડીયો સોશ્યિલ મિડિયામાં વાયરલ થયો છે. ત્યારે સવાલ એ છે કે ભારતિય પુરૂષ પોલીસ સ્ટેશનમાં પણ અસુરક્ષિત હોવાનો લોકોએ સૂર ઉઠાવ્યો છે. તો બીજી તરફ જ્યારે પોલીસ મથકે પત્નિ પત્નિની આવી ધોલાઈ કરી નાખતી હોય તો પછી ઘરની બહાર તો શુ હાલત કરતી હશે?


બંનેના લગ્ન 3 વર્ષ પહેલા થયા હતા. સ્વીટી બૂરાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિ દીપક હુડ્ડાએ તેની સાથે મારપીટ કરી છે. આ સિવાય ફોર્ચ્યુનર અને એક કરોડ રૂપિયા દહેજની પણ માંગણી કરી છે. તો બીજી તરફ દીપક હુડ્ડાએ પણ તેની પત્ની વિરુદ્ધ રોહતક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને તેના પર સંપત્તિ હડપ કરવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. પોલીસને આપેલી ફરિયાદમાં સ્વીટી બૂરાએ જણાવ્યું કે તેના લગ્ન 7 જુલાઈ 2022ના રોજ રોહતકના રહેવાસી દીપક હુડા સાથે થયા હતા. તેના માતા-પિતાએ લગ્નમાં 1 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. પરંતુ તેના સાસરીયાઓ તરફથી દહેજની માંગ કરવામાં આવી હતી. સ્વીટી કહે છે કે દીપક અને તેની બહેને તેમની પાસેથી ફોર્ચ્યુનર કાર માંગી છે. આ સિવાય તેના સાસરિયાઓએ પણ સ્વીટી પર રમત છોડી દેવાનું દબાણ કર્યું હતું. અને સ્વીટી તેને છૂટાછેડા લેવાની ધમકી આપે છે. પોલીસે બંને પક્ષના નિવેદનો નોંધ્યા છે. હિસાર અને રોહતક પોલીસે બંનેને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.


દિપકે કરી હતી 1 કરોડની માંગ
સ્વીટીએ એ પણ જણાવ્યું કે જ્યારે દીપક હુડ્ડા વિધાનસભા ચૂંટણી લડ્યા હતા ત્યારે સ્વીટી પાસેથી 1 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. તેવો સ્વિટીએ આરોપ લગાવ્ટો છે.

દર મહિને 1.5 લાખ વળતરની કરી માંગ
સ્વીટીએ આરોપ લગાવ્યો છે કે ઓક્ટોબર 2024માં દીપકે તેની સાથે મારપીટ કરી હતી, ત્યારબાદ તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. સ્વીટી બૂરાએ કોર્ટમાં છૂટાછેડા અને ભરણપોષણ માટે અરજી દાખલ કરીને રૂ.50 લાખ અને દર મહિને 1.5 લાખ રૂપિયા વળતરની માંગ કરી છે.

સાસરિયાએ દિપક સાથે કરી છેતરપીંડી
દીપક હુડ્ડાએ રોહતક પોલીસમાં નોંધાવેલ ફરિયામાં જણાવ્યું કે તેના સાસરિયાઓ તેમને નાણા આપવા દબાણ કર્યું છે. જ્યારે સસરા વ્યાજનાં પૈસા આપવાના બહાને તેની સાથે છેતરપિંડી કરતા હતા. હિસારના સેક્ટર 1-4માં એક પ્લોટ ખરીદવામાં આવ્યો હતો, જે તેના અને સ્વીટીના નામે છેતરપિંડીથી નોંધાયેલ હતો. દીપકનો આરોપ છે કે તેને વ્યાજ પર 25 લાખ રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેને એક પૈસો પણ મળ્યો નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ