સ્વતંત્રતા દિવસની ઉજવણી પછી તિરંગાને સાચવી રાખવાની જવાબદારી આપણા સૌની છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી પછી, ભારતીય તિરંગાને તે જ રીતે વાળવો અને સુરક્ષિત રાખવો મહત્વપૂર્ણ છે જે રીતે તેને આદર સાથે આપણે ધ્વજવંદન કરીએ છે. તેને ફોલ્ડ કરવાની રીત પણ ધ્વજ સંહિતામાં ઉલ્લેખિત છે. તિરંગાને કેવી રીતે ફોલ્ડ કરવો તે જાણો. ધ્વજ સંહિતા કહે છે કે, ધ્વજને ક્યારેય એવી જગ્યાએ ન રાખવો જોઈએ જ્યાં તે ગંદો થવાનો કે ધ્વજ ફાટી જવાનો ભય રહે. જો તિરંગાને કોઈ પણ પ્રકારે નુકસાન થાય તો તેને કપડાંની જેમ ફેંકી શકાય નહીં. તે માટે ધ્વજને સુરક્ષિત રાખવાની પદ્ધતિ પણ નક્કી કરવામાં આવી છે.
ભારતીય ધ્વજને ફોલ્ડ કરવાની પ્રક્રિયા
તિરંગાને ફોલ્ડ કરવાની એક અનોખી પદ્ધતિ છે. તેને ફોલ્ડ કરવાની સાચી રીત ધ્વજ કોડમાં જણાવવામાં આવી છે. તેને ફોલ્ડ કરવા માટે, તેને આડી સ્થિતિમાં રાખો. હવે સફેદ રંગની પાછળ કેસરી અને લીલા રંગના ભાગને ફોલ્ડ કરી. હવે સફેદ રંગના ભાગને એવી રીતે ફોલ્ડ કરવાનો છે કે, ફક્ત અશોક ચક્ર જ દેખાય. કેસરી અને લીલા રંગના પટ્ટાઓના કેટલાક ભાગો દેખાવા જોઈએ. હવે ફોલ્ડ કરેલા ભારતીય રાષ્ટ્રધ્વજને હાથમાં અથવા હથેળીમાં પકડીને સુરક્ષિત જગ્યાએ રાખો.
તિરંગાનું અપમાન કરવું એ ગંભીર ગુનો.
ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરવું એ માત્ર અસ્વીકાર્ય જ નથી પરંતુ રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ, 1971ની કલમ 2 હેઠળ શિક્ષાપાત્ર ગુનો પણ છે. કાયદો કહે છે, “જે કોઈ પણ સાર્વજનિક સ્થાને અથવા કોઈપણ જગ્યાએ ભારતીય રાષ્ટ્રધ્વજને બાળે, વિકૃત કરે, અપવિત્ર કરે, નાશ કરે, કચડી નાખે અથવા તેનું અપમાન કરે, તો તે સજાને પાત્ર ગણાશે. મુદત જે ત્રણ વર્ષ સુધી લંબાવી શકે છે, અથવા દંડ અથવા બંને સાથે.
ધ્વજને કેવી રીતે અને ક્યાં રાખવો જોઈએ?
ધ્વજ સંહિતા કહે છે કે, કોઈપણ નાગરિક, ખાનગી સંસ્થા અથવા શૈક્ષણિક સંસ્થા ધ્વજ લહેરાવી શકે છે, જો કે તે સન્માનપૂર્વક કરવામાં આવે. જુલાઈ 2022માં થયેલા સુધારાને કારણે હવે ધ્વજ દિવસ અને રાત બંને સમયે લહેરાવી શકાશે. જો તે ખુલ્લામાં હોય અને અંધારું હોય, તો તેના પર પૂરતી લાઇટ હોવી અવશ્ય છે. અગાઉ રાષ્ટ્રધ્વજ માત્ર સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે જ ફરકાવી શકાતો હતો. રાષ્ટ્રધ્વજને સન્માનજનક સ્થિતિમાં રાખવો જોઈએ. તે સૌથી ઊંચા સ્થાને હોવો જોઈએ અને સ્પષ્ટપણે દેખાય તેવો હોવો જોઈએ. ક્યારેય ક્ષતિગ્રસ્ત, ગંદા કે ફાટેલા ધ્વજને ફરકાવવો નહીં. જો તે ફાટી ગયો હોય કે નુકસાન પામેલો હોય, તો તેને આદરપૂર્વક પાછો મૂકવો જોઈએ.






