Home Health-lifestyle How To Make Curd At Home Follow Home Remedy

ઘરે જ મેળવણમાં બનાવો ડેરી જેવું દહીં : ફોલો કરો આ કિચનટિપ્સ, ભૂલી જશો બહારનું દહીં

ઘરે જ મેળવણમાં બનાવો ડેરી જેવું દહીં
Published by: OBS Bureau
Last Updated: Apr 10, 2025, 06:00 AM IST

એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યાં દિવસેને દિવસે તાપમાનમાં વધારો થતાં એવી વસ્તુનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે જે શરીરને હાઇડ્રેટેડ અને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આવી જ એક વસ્તુ છે દહીં, જે મીઠુ અને સ્વાદિષ્ટ બંને છે. પરંતુ જો તમારી પાસે દહીં સમાપ્ત થઈ ગયું હોય અમે તમને આ સરળ રીતથી તમને ઘરે દહીં બનાવવાતા શીખવાડીશું, પછી ભલે તમારી પાસે દહીં બનાવવાની આવડત કે દહીં જમાવવા મેળવણ ના હોય.

1 લિટર – ગરમ કરેલું દૂધ 2- લીલા મરચાં અથવા લાલ મરચાં અથવા 1- લીંબુ

મેળવણ દહીં બનાવવાની રીત પદ્ધતિ
એક વાસણમાં ઉકાળેલું દૂધ લો અને તેને થોડું ગરમ કરો. હવે દૂધમાં દાંડી સાથે બે લીલા કે લાલ મરચાં એ રીતે નાખો કે તે ડૂબી જાય. અથવા તેમાં લગભગ બે ચમચી લીંબુનો રસ નાંખો. હવે દૂધના બાઉલને ઢાંકીને 10-12 કલાક માટે ગરમ જગ્યાએ રાખો.બસ હવે તમારું સ્ટાર્ટર દહીં એટલે કે મેળવણ તૈયાર છે.

હવે આમાંથી દહીં કેવી રીતે બનાવવું?
એક લિટર ઉકાળેલું દૂધ લો અને તેને ગરમ કરો. પછી તેમાં લગભગ 2 ચમચી મેળવણ ઉમેરો. બાદમાં દૂધને બહાર 7-8 કલાક માટે અલગ રાખો. તૈયાર છે તમારું દહીં. પરંતુ દહીં ખાટું ન પડી જાય તે માટે તેની ઠંડી જગ્યાએ મૂકી દો.


Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now