Home Tech/Gadgets How To Chat With Girls And Impress Them

છોકરીઓને આવી રીતે કરો ઈમ્પ્રેસ : છોકરી સાથે ચેટ કરતા રાખો આ વાતનું ધ્યાન, નહીં તો ખેલ બગડી જશે..

છોકરીઓને આવી રીતે કરો ઈમ્પ્રેસ
Published by: OBS Bureau
Last Updated: Jan 08, 2025, 04:00 AM IST

આજકાલ ડિજટલ ડેટિંગનો જમાનો છે.એટલે કે, ચેટિંગથી ડેટિંગનો રસ્તો ખુલે છે. પોતાના માટે પર્ફેક્ટ પાર્ટનર શોધવો સરળ નથી. છોકરી પસંદ કરવાથી લઈને તેની સાથે વાત કરવી, ઈમ્પ્રેસ કરવી અને પોતાના દિલની વાત કેવી આસાન નથી. અને જો તેમાં પણ તમારાથી એક નાની ભૂલ થઈ જાય તો વાત બગડી શકે છે. માનવામાં આવે છે કે, તમારે રિલેશનશિપમાં ધીમે ધીમે આગળ વધવાનું છે, તો જ તમે કોઈ હેલ્ધી રિલેશનશિપમાં રહી શકો છો.ચાલો તમે છોકરી સાથે વાત કરી લીધી, તમને નંબર મળી ગયો.પણ કેમ વાત કરવી એ પણ જરૂરી છે.

1. રસપ્રદ વાતો કરો
છોકરાઓ મોટા ભાગે છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે મોટી મોટી વાતો કરે છે જે વાતને ખતમ કરી શકે છે. છોકરીઓને સ્ટ્રેટ ફોરવર્ડ છોકરાઓ વધારે પસંદ હોય છે. ઉદાહરણ તરીકે તમે લોકો વેકેશન પર ગયા હો અને ત્યાંનો કિસ્સો જણાવો. ઘરમાં કોઈ નવી વસ્તુ આવી હોય તો તેની સાથે જોડાયેલી જૂની વાતો જણાવો.

2. ઓપન એન્ડેડ સવાલો પુછો
છોકરી સાથે વાત આગળ વધારવા માટે તમારે એવા સવાલ પુછવા પડશે જેનો સવાલ તે હા કે નામાં ન આપી શકે. તેનાથી તમારી વાત વ્યવસ્થિત રીતે ચાલતી રહેશે અને એણે આપેલા જવાબથી બીજો સવાલ પુછી શકો છો.

3. જૂની વાતચીત યાદ અપાવો
છોકરીઓને એવા છોકરા પસંદ હોય છે જે જૂની વાતો યાદ રાખે છે. જેનો મતલબ એવો છે કે, છોકરાઓ તેમની વાત ઘ્યાનથી સાંભળે છે. અને તમે જૂની વાતોથી નવી વાતચીત શરૂ કરી કો છો. તમે કોઈ સ્પોર્ટસ કે સ્પર્ધા વિશે વાત કરી શકો છો.

4. તેમની લાઈફ વિશે જાણો
કોઈ સાથે જોડાવાનો સૌથી સારો તરીકો એ છે કે, તમે તમારા રસની વાત પુછો. જેની સાથે તેમની પસંદ-નાપસંદ બધુ પુછી શકો છો. જેથી તમને નવી નવી વાતો જાણવા મળશે અને વાતો થતી રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now