Home Sports How Much Money Do People Who Win The Syed Mushtaq Ali Trophy Smat Get

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જીત મેળવનાર ટીમને કેટલા પૈસા મળે છે? : જાણીને તમે પણ ચોંકી જશો, હરિયાણા અને ઝારખંડ વચ્ચે રમાઈ રહી છે ફાઈનલ મેચ

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જીત મેળવનાર ટીમને કેટલા પૈસા મળે છે?
Published by: OBS Bureau
Last Updated: Dec 18, 2025, 01:47 PM IST

Syed mushtaq ali trophy 2025 winner prize money:ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની પ્રતિષ્ઠિત T-20 ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2025 હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (MCA) સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ફાઇનલ મેચમાં હરિયાણા અને ઝારખંડ સામ-સામે રમી રહી છે. બંને ટીમો માટે આ ફાઇનલ ઐતિહાસિક છે, કારણ કે અત્યાર સુધી એકપણ ટીમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી શકી નથી. ફાઇનલ મેચમાં હરિયાણાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઝારખંડ તરફથી કેપ્ટન ઈશાન કિશન અને વિરાટ સિંહે ઇનિંગની શરૂઆત કરી, પરંતુ વિરાટ સિંહ માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો. ઈશાન કિશન પર ઝારખંડની ઇનિંગ્સનો મોટો આધાર છે અને ટીમને તેના પાસેથી મોટી ઇનિંગની આશા છે.

હરિયાણા અને ઝારખંડનની ફાઇનલ સુધીની સફર

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 ના બીજા ગ્રુપ સ્ટેજમાં હરિયાણાએ ત્રણમાંથી બે મેચ જીતી હતી. હરિયાણા, હૈદરાબાદ અને ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ – ત્રણેય ટીમોના 8 પોઈન્ટ હતા, પરંતુ હરિયાણાનો નેટ રન રેટ (+2.325) સૌથી વધુ હોવાથી તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહ્યું અને ફાઇનલ માટે ક્વોલિફાય થયું. ગ્રુપ B માં ઝારખંડ અને આંધ્રપ્રદેશે પણ ત્રણમાંથી બે મેચ જીતીને 8-8 પોઈન્ટ મેળવ્યા હતા. ઝારખંડનો નેટ રન રેટ (+0.221) આંધ્રપ્રદેશ કરતાં સારો હોવાથી તે ગ્રુપ ટોપર બન્યું અને ફાઇનલમાં પ્રવેશ કર્યો. કેપ્ટન ઈશાન કિશનની આગેવાની હેઠળ ઝારખંડે સમગ્ર ટૂર્નામેન્ટમાં સંતુલિત પ્રદર્શન કર્યું છે.

વિજેતા ટીમને કેટલી મળશે ઈનામી રકમ?

પ્રશંસકોમાં સૌથી મોટો સવાલ એ છે કે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 જીતનાર ટીમને કેટલી ઈનામી રકમ મળશે. ગયા વર્ષે મુંબઈએ આ ટ્રોફી જીતી હતી અને ત્યારબાદ જાહેરાત કરવામાં આવી હતી કે BCCI તરફથી ચેમ્પિયન ટીમને ₹80 લાખની ઈનામી રકમ આપવામાં આવે છે. આ વર્ષે પણ વિજેતા ટીમને ₹80 લાખનું ઇનામ મળવાની પૂરી શક્યતા છે. એટલે કે, હરિયાણા અથવા ઝારખંડમાંથી જે પણ ટીમ જીતશે, તે માત્ર ટ્રોફી જ નહીં પરંતુ મોટી ઈનામી રકમ પણ પોતાના નામે કરશે.

બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

હરિયાણા: અર્શ રંગા, અંકિત કુમાર (કેપ્ટન), નિશાંત સિંધુ, યશવર્ધન દલાલ (વિકેટકીપર), સામંત જાખર, પાર્થ વત્સ, આશિષ સિવાચ, સુમિત કુમાર, અંશુલ કંબોજ, અમિત રાણા, ઈશાંત ભારદ્વાજ.

ઝારખંડ: ઈશાન કિશન (વિકેટકીપર/કેપ્ટન), વિરાટ સિંહ, કુમાર કુશાગ્ર, રોબિન મિન્ઝ, અનુકુલ રોય, પંકજ કુમાર, રાજનદીપ સિંહ, બાલ કૃષ્ણ, વિકાસ સિંહ, સુશાંત મિશ્રા, સૌરભ શેખર.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now