Home Entertainment Housefull 5 Trailer Release

'હાઉસફુલ 5' ટ્રેલર રિલીઝ : મસ્તી, મર્ડર અને મિસ્ટ્રી સાથે ફરીથી સ્ક્રીનમાં થશે ધમાલ

'હાઉસફુલ 5' ટ્રેલર રિલીઝ
Published by: OBS Bureau
Last Updated: May 28, 2025, 08:28 AM IST


બોલીવૂડની સૌથી લોકપ્રિય કોમેડી મુવી ‘હાઉસફુલ’ ફરીથી નવા ભાગ સાથે પરત આવી છે. ‘હાઉસફુલ 5’ નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે અને દર્શકોમાં ફરી જોરદાર 'excitement' જોવા મળ્યો છે જેના માટે આ મુવી વખણાય છે. 3 મિનિટ 53 સેકંડના આ ટ્રેલરમાં હાસ્યથી ભરપૂર સીન્સ સાથે એક અનોખી મર્ડર મિસ્ટ્રીની એન્ટ્રી પણ છે, જે ફિલ્મની સ્ટોરીને 'interesting' બનાવે છે.



ફિલ્મની કહાની એક લક્ઝુરિયસ ક્રૂઝથી ચાલુ થાય છે જ્યાં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન પપ્પા રણજીતના ત્રણ પુત્ર હોવાનો દાવો કરે છે. બધું સારું ચાલતું હોય ત્યારે અચાનક એક મર્ડર થાય છે અને પછી આખી કહાનીમાં 'twist' આવી જાય છે. પત્નીઓની અદલાબદલી, શંકાની સોય દરેક પર જાય છે અને કોમેડીનો તડકો તો 'constant' રહે છે.



ફિલ્મમાં અક્ષય કુમાર ફરી એકવાર પોતાના કોમેડી અવતારમાં જોવા મળે છે, અને ચાહકો તેમને સ્ક્રીન પર ફરીથી જોઈને ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. સાથે રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન પણ પોતાની કોમિક-ટાઈમિંગ સાથે ખૂબ જ મજેદાર ભૂમિકામાં જોવા મળે છે. આ સિવાય ફિલ્મમાં જોવા મળશે સંજય દત્ત, જેકી શ્રોફ, ફરદીન ખાન, ચંકી પાંડે, જોની લીવર, નરગિસ ફખરી, ચિત્રાંગદા સિંહ, અને અન્ય દમદાર કલાકારો પણ ફિલ્મને 'complete' બનાવે છે.

ટ્રેલર રીલીઝ થવાની સાથે સોશિયલ મીડિયા પર લોકોનો ઉત્સાહ સાફ જોવા મળે છે. અનેક યુઝર્સે કહ્યું કે “First Day First Show જોઈશું”, તો કેટલાકે તો અક્ષય કુમારની ડેશિંગ વાપસીની પ્રશંસા પણ કરી છે. ટીઝર બાદ હવે આ ટ્રેલરે દર્શકોમાં ફિલ્મ જોવા માટની ઈચ્છામાં વધારો ઉભો કર્યો છે .

હાઉસફુલ 5’ એક ફેમિલી એન્ટરટેઇનર ફિલ્મ છે જેમાં થ્રિલ, કોમેડી અને સસ્પેન્સ ત્રણેયનું મિશ્રણ દેખાય છે. ફિલ્મ 6 જૂન, 2025ના રોજ ભારતના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જો તમે પણ હાસ્યપ્રેમી છો અને જીવનમાં થોડું મનોરંજન જોઈએ છે, તો આ ફિલ્મ તો ચોકસ જોજો જ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now