Home Entertainment Housefull 5 Movie Review

Housefull 5 Offbeat Review : જોરદાર કોમેડી અને Double Climax સાથેની મસાલેદાર ફિલ્મ

Housefull 5 Offbeat Review
Published by: OBS Bureau
Last Updated: Jun 06, 2025, 11:14 AM IST

Akshay Kumar, Riteish Deshmukh અને Abhishek Bachchan સહિતની દમદાર સ્ટારકાસ્ટ સાથે આવેલી ‘Housefull 5’ આજે થીયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. બોલિવૂડના જાણીતા નિર્માતા Sajid Nadiadwala ના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન Tarun Mansukhani એ કર્યું છે.  ખાસ વાત એ છે કે આ વખતે એક નહીં, પણ બે જુદા ક્લાઈમેક્સ સાથે ફિલ્મ રિલીઝ થઈ છે – Housefull 5A અને 5B. એટલે કે, એક જ વાર્તા સાથે બે અલગ-અલગ અનુભવ!

કહાની શરૂ થાય છે એક લક્ઝરી ક્રૂઝ પરથી, જ્યાં યુકેના અબજોપતિ Ranjeet Dobriyal તેમના 100મા જન્મદિવસે મૃત્યુ પામે છે.  તેમના વસિયતનામામાં ‘Jolly’ નામના વ્યક્તિને સમગ્ર મિલ્કત આપવાનો ઉલ્લેખ છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ત્રણ વ્યક્તિ પોતાને અસલી Jolly તરીકે રજૂ કરે છે. ત્યારપછી શરૂ થાય છે સાચા વારસદાર કોણ છે અને ડોક્ટરની હત્યા પાછળનું રહસ્ય કોણ ઉકેલશે એની થ્રિલિંગ તપાસ.

Comic touch સાથે દર્શાવેલી આ થ્રિલર ટ્રેક દર્શકો માટે સંપૂર્ણ મનોરંજન પૂરું પાડે છે. Akshay Kumar ફરી એકવાર પોતાની બેમિસાલ કોમિક ટાઈમિંગથી દિલ જીતી લે છે.  Abhishek Bachchan ની ભૂમિકા ચોંકાવનારી રીતે તાજી લાગે છે, જ્યારે Riteish Deshmukh હંમેશાની જેમ ફ્રેન્ચાઇઝીમાં મજા ભરી દે છે. Jacqueline Fernandez, Sonam Bajwa અને Nargis Fakhri ના ગ્લેમરસ અંદાજ ફિલ્મમાં વિશેષ ચમક ઉમેરે છે.

ફિલ્મમાં કેટલીક ખાસ એન્ટ્રીઓ પણ છે જેમ કે Jackie Shroff, Sanjay Dutt અને Nana Patekar, જેમની હાજરી ફિલ્મમાં જબરજસ્ત ઊર્જા લાવે છે.  ઉપરાંત Fardeen Khan નો નેગેટિવ રોલ અને Bobby Deol ની ધમાકેદાર એન્ટ્રી દર્શકો માટે સરપ્રાઈઝરૂપ સાબિત થાય છે.

Tarun Mansukhani નું દિગ્દર્શન ઘણીવાર ફિલ્મને નવી ઊંચાઈ આપે છે.  હાં, કેટલાક દ્રશ્યો ખેચાયેલા લાગે છે. સ્ટોરીમાં હાસ્ય અને ઇમોશન બંને સારી રીતે સંયોજિત છે. મ્યુઝિકની વાત કરીએ તો ‘Lalpari’ અને ‘Fugdi’ જેવા ગીતો પહેલાથી જ પોપ્યુલર છે, જ્યારે બાકીના ગીતો ખાસ feel છોડી શકતાં નથી. ગીતો વચ્ચે-વચ્ચે આવતા હોવાથી ફિલ્મની ગતિ થોડી ધીમી પડે છે.

જો તમે હાસ્ય, ગ્લેમર અને થોડી મિસ્ટ્રી ભરેલી મનોરંજક ફિલ્મની શોધમાં હોવ, તો ‘Housefull 5’ તમારું વીકએન્ડ મજેદાર બનાવી શકે છે. અને બે જુદા ક્લાઈમેક્સ હોવાથી, એક વખત જોઈને સંતોષ નહીં થાય, બીજી વાર બીજું વર્ઝન જોવાનું મન જરૂર થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now