Home Gujarat Horrific Accident Near Night Market In Vadodara City

વડોદરા શહેરના રાત્રિ બજાર પાસે ભયાનક અકસ્માત : ખાનગી મીનીબસે મહિલાને કચડી, ઘટનાસ્થળે જ મોત

વડોદરા શહેરના રાત્રિ બજાર પાસે ભયાનક અકસ્માત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2025, 05:29 AM IST

Vadodara Accident News : વડોદરા શહેરમાં રાત્રિ બજાર પાસે કારેલીબાગ વુડા સર્કલ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા પર સવાર દંપતી રસ્તાથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ખાનગી મીનીબસે તેમને જોરદાર અડફેટે લીધા હતા. ટક્કર એટલી ગંભીર હતી કે એક્ટિવા સીધી બસ નીચે ઘુસી ગઈ હતી.

કારેલીબાગ વુડા સર્કલ પાસે સર્જાયો અકસ્માત

આ દુર્ઘટનામાં 66 વર્ષની સંકુંતલાબેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે તેમના પતિને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ સ્થળ પર ભારે ભીડ ઉમટી પડી અને ટ્રાફિક જામ સર્જાયો હતો.

બજારમાં ટ્રાફિક જામ

ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી અને મીનીબસ ડ્રાઈવર સામે કાયદેસર પ્રક્રિયા હાથ ધરી છે. રાત્રિ બજાર વિસ્તારની ભીડ વચ્ચે બનેલી આ દુર્ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા અને રોષનું વાતાવરણ ઉભું કરી દીધું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now