Home Gujarat Honeytrap Racket Busted In Surat

સુરતમાં હનીટ્રેપ રેકેટનો પર્દાફાશ! : યુવકને ન્યૂડ વીડિયો દ્વારા બ્લેકમેઇલ કર્યો, 20 લાખ ખંડણી વસૂલનાર યુવતી–યુવક ઝડપાયા

સુરતમાં હનીટ્રેપ રેકેટનો પર્દાફાશ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 08, 2025, 08:26 AM IST

Surat Honeytrap case : સુરત શહેરમાં હનીટ્રેપનો ગંભીર મામલો સામે આવ્યો છે, જ્યાં એક યુવકને ન્યૂડ વીડિયો દ્વારા બ્લેકમેઇલ કરીને રૂ. 20 લાખની ખંડણી વસૂલવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલી આ જોડીમાં અભીષેક સંજય શેઠીયા અને હેતલબેન વિઠ્ઠલભાઈ બારૈયા નામના આરોપીઓનો સમાવેશ થાય છે. પોલીસે બંનેને પકડી પાડીને રૂ. 20 લાખ રોકડ, ત્રણ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 20,85,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ફરીયાદી રૂપિયા 20 લાખ આપવા તૈયાર થયો હતો

પોલીસ તપાસ મુજબ, મહિલા આરોપી અને ફરિયાદી યુવક વચ્ચે છેલ્લા લાંબા સમયથી સંપર્ક હતો. બંને વચ્ચે વારંવાર ફોન કૉલ, વીડિયો કૉલ તેમજ ન્યૂડ વીડિયો કૉલ પણ થતા હતા. ન્યૂડ વીડિયોનો સ્ક્રીન રેકોર્ડિંગ કરી મહિલા આરોપીએ યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. આગળ ચાલી બંને આરોપીઓએ યુવકને ધમકી આપી કે ન્યૂડ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવશે અને સમાજમાં બદનામ કરવામાં આવશે જો તે રૂ. 50 લાખ નહીં આપે. અંતે ડરે–ધમકીએ ફરિયાદી યુવક રૂ. 20 લાખ આપવા તૈયાર થઈ ગયો હતો.

પોલીસે વોચ ગોઢવી આરોપીને દબોચી લીધો

અંતિમ ક્ષણે યુવક હિંમત જીતીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પાસે ફરિયાદ નોંધાવી. પોલીસે તરત જ કાર્યવાહી કરતાં પીપલોદ વિસ્તારના VR મોલ નજીક વોચ ગોઠવી અને રૂપિયા લેવા આવેલા બંને આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતાં. હનીટ્રેપ દ્વારા બ્લેકમેઇલિંગના કેસોમાં વધારો જોવા મળતા પોલીસે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now