logo-img
Honda Launches Special Editions Of Shine 125 And Dio 125

Honda એ લોન્ચ કર્યા Shine 125 અને Dio 125 ના સ્પેશિયલ એડિશન : નવી સ્ટાઇલ અને દમદાર લૂક્સ સાથે હોન્ડાની બેસ્ટ સેલિંગ બાઇક અને સ્કૂટર હવે નવા અવતારમાં!

Honda એ લોન્ચ કર્યા Shine 125 અને Dio 125 ના સ્પેશિયલ એડિશન
Published by: Offbeat Team
| Last Updated: Feb 05, 2026, 07:07 AM IST

Honda Shine 125 and Dio 125 : ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી છે. કંપનીએ તેના સૌથી લોકપ્રિય 125cc સેગમેન્ટમાં Dio 125 X Edition અને Shine 125 Limited Edition લોન્ચ કર્યા છે. આ બંને મોડલ્સમાં કંપનીએ એન્જિનમાં ફેરફાર કરવાને બદલે તેના લૂક્સ પર ખાસ ધ્યાન આપ્યું છે, જેથી ગ્રાહકોને કંઈક નવું અને પ્રીમિયમ મળે.

લોન્ચિંગ અને બુકિંગ વિગતો

હોન્ડાના આ બંને સ્પેશિયલ એડિશન માટે બુકિંગ આજથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગ્રાહકો Honda ની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઇન અથવા નજીકની ડીલરશીપ પર જઈને આ વાહનો બુક કરાવી શકે છે. આ નવા મોડલ્સની ડિલિવરી ફેબ્રુઆરી 2026 ના બીજા અઠવાડિયાથી શરૂ થશે.

કિંમત અને વેરિઅન્ટ

કિંમતની વાત કરીએ તો, Dio 125 X Edition ની કિંમત 93,264 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે Shine 125 Limited Edition ની કિંમત 87,247 રૂપિયાની (એક્સ-શોરૂમ, અમદાવાદ) કિંમતે ઉપલબ્ધ થશે. આ સ્પેશિયલ એડિશન મોડલ્સ સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ કરતા થોડા પ્રીમિયમ છે.

Dio 125 X Edition નો નવો સ્પોર્ટી લૂક

નવા Dio 125 X એડિશનમાં સૌથી મોટો ફેરફાર તેની ડિઝાઇન અને કલરમાં છે. તેમાં ગ્રે અને ઘેરા બ્લૂ રંગનું ડ્યુઅલ-ટોન ફિનિશિંગ આપવામાં આવ્યું છે.

નવા ગ્રાફિક્સ : આ સ્કૂટરમાં 'X Edition' ના ખાસ ડેકલ્સ લગાવવામાં આવ્યા છે.

એલોય વ્હીલ્સ : તેના લૂકને વધુ આકર્ષક બનાવવા માટે બ્રાઇટ ઓરેન્જ (નારંગી) રંગના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે.

ફિચર્સ : આ સ્કૂટર હોન્ડાના પ્રીમિયમ H-Smart વેરિઅન્ટ પર આધારિત છે, એટલે કે તેમાં સ્માર્ટ કી જેવા અત્યાધુનિક ફિચર્સ પણ જોવા મળશે.

Dio 125 ની ફ્યુલ ટેન્ક અને સાઇઝ

પરિમાણોની દ્રષ્ટિએ આ સ્કૂટર ખૂબ જ આરામદાયક છે. તેની લંબાઈ 1,830mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 171mm છે, જે ભારતીય રસ્તાઓ માટે અનુકૂળ છે. આ સ્કૂટરનું કુલ વજન 105 કિલો છે અને તેમાં 5.3 લિટરની ફ્યુઅલ ટેન્ક આપવામાં આવી છે.

Shine 125 Limited Edition નો પ્રીમિયમ લૂક

હોન્ડા શાઇન હંમેશાથી ફેમિલી બાઇક તરીકે જાણીતી છે, પણ લિમિટેડ એડિશનમાં તેને વધુ પ્રીમિયમ લૂક આપવામાં આવ્યો છે.

નવો કલર : આ બાઇક પર્લ સાયરન બ્લુ કલરમાં લોન્ચ કરવામાં આવી છે.

ડિઝાઇન અપડેટ્સ : ફ્યુઅલ ટાંકી પર નવા ગ્રાફિક્સ અને બ્રાઉન ફિનિશિંગવાળા એલોય વ્હીલ્સ તેને સ્ટાન્ડર્ડ શાઇનથી અલગ પાડે છે.

ગિયરબોક્સ : શાઇન 125 માં 5-સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે, જે હાઇવે ડ્રાઇવિંગમાં ખૂબ જ મદદરૂપ થાય છે.

પાવરફુલ એન્જિન અને પર્ફોર્મન્સ

એન્જિનની વાત કરીએ તો, બંને વાહનોમાં હોન્ડાનું વિશ્વસનીય 125cc નું એન્જિન આપવામાં આવ્યું છે.

Dio 125 X : 123.92cc એન્જિન જે 8.1hp પાવર અને 10.5Nm ટોર્ક જનરેટ કરે છે.

Shine 125 : 123.94 cc BS6 એન્જિન જે 10.6hp પાવર અને 11Nm ટોર્ક આપે છે. બંનેમાં એન્જિન પર્ફોર્મન્સ અને માઇલેજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેનો અર્થ છે કે ગ્રાહકોને જૂનો ભરોસો અને નવો લુક એકસાથે મળશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now