Honda Motorcycle and Scooter India : ભારતના પ્રીમિયમ અને સુપરબાઇક માર્કેટમાં મોટો ધમાકો કરતા હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ એક સાથે ચાર નવી શાનદાર અને શક્તિશાળી મોટરસાઇકલ લોન્ચ કરી છે. કંપનીએ પ્રીમિયમ સેગમેન્ટના ગ્રાહકોને આકર્ષવા માટે આ મોટો દાવ ખેલ્યો છે. આ નવી પ્રોડક્ટ રેન્જમાં એડવેન્ચર ટૂરર, પાવરફુલ સ્ટ્રીટફાઇટર, હાઇ-સ્પીડ સુપરસ્પોર્ટ અને અલ્ટ્રા-લક્ઝરી ટૂરિંગ જેવી અલગ-અલગ કેટેગરીના પ્રીમિયમ મોડલ્સનો સમાવેશ થાય છે. આ તમામ મોટરસાઇકલ હેવી એન્જિન અને મોટા કદ સાથે આવે છે, જેની કિંમત ₹10.49 લાખથી શરૂ થઈને ₹44.30 લાખ સુધી જાય છે. કંપનીએ આ ચારેય ટુ-વ્હીલર્સ માટે સત્તાવાર બુકિંગ પણ શરૂ કરી દીધું છે. જો તમે પણ આ પ્રીમિયમ બાઇક્સ ખરીદવા માંગો છો, તો હોન્ડા બિગવિંગ (BigWing) અને ટોપલાઇન ડીલરશીપ પર જઈને પોતાનું બુકિંગ કરાવી શકો છો.
નવી હોન્ડા ઇ-ક્લચ ટેકનોલોજી શું છે?
આ લોન્ચિંગની સૌથી મોટી અને મહત્વપૂર્ણ વિશેષતા હોન્ડાની તદ્દન નવી 'ઇ-ક્લચ ટેકનોલોજી' (Honda E-Clutch Technology) છે, જેને ખાસ કરીને 750cc પ્લેટફોર્મની નવી બાઇક્સમાં રજૂ કરવામાં આવી છે. આ એક એવી આધુનિક સિસ્ટમ છે જે રાઇડર્સને વારંવાર ગિયર બદલતી વખતે મેન્યુઅલી ક્લચ લીવર દબાવવાની ઝંઝટમાંથી સંપૂર્ણ મુક્તિ આપે છે. એટલે કે, તમે ક્લચ દબાવ્યા વગર પણ ખૂબ જ સ્મૂધલી ગિયર શિફ્ટ કરી શકશો. હોન્ડાનું કહેવું છે કે આ ટેકનોલોજીને ટ્રાફિક વાળા રસ્તાઓ પર અને લાંબી મુસાફરી દરમિયાન રાઇડિંગને વધુ સરળ, થકાવટ વગરની અને આરામદાયક બનાવવા માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. શરૂઆતના રાઇડર્સથી લઈને પ્રોફેશનલ રાઇડર્સ સુધી, દરેક માટે આ ફીચર ગેમ ચેન્જર સાબિત થશે.
1 જુલાઈ પહેલાં ટાટાની કાર ખરીદનારાઓની થશે ફાયદો!: કંપનીએ EV સહિત તમામ કારના ભાવ વધારવાની કરી જાહેરાત
હોન્ડા CB750 Hornet ઇ-ક્લચ
હોન્ડા CB750 Hornetએ કંપનીની મિડલવેઇટ નેકેડ સ્ટ્રીટફાઇટર કેટેગરીની અત્યંત લોકપ્રિય અને આક્રમક લુક ધરાવતી બાઇક છે. ફીચર્સ અને પાવરની વાત કરીએ તો, આ બાઇકમાં 755ccનું પાવરફુલ પેરેલલ-ટ્વીન એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 90.5 hpનો મેક્સિમમ પાવર અને 75 Nmનો પીક ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે, જે રસ્તા પર શાનદાર પિક-અપ આપે છે. આ બાઇકમાં પ્રીમિયમ ફીચર તરીકે હોન્ડા રોડસિંક (Honda RoadSync) સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે 5-ઇંચનું ફૂલ કલર TFT ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ આપવામાં આવ્યું છે, જે રાઇડરને નેવિગેશન અને કોલ એલર્ટ્સ સ્ક્રીન પર જ બતાવે છે. ભારતીય બજારમાં આ શાનદાર બાઇકની કિંમત ₹10.49 લાખ રાખવામાં આવી છે અને તે આકર્ષક ગ્રેફાઇટ બ્લેક કલર ઓપ્શનમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે.
હોન્ડા XL750 ટ્રાન્સાલ્પ ઇ-ક્લચ
જે લોકોને પહાડો, કાચા રસ્તાઓ અને લાંબી ટૂર પર જવાનો એટલે કે ઓફ-રોડિંગનો શોખ છે, તેમના માટે હોન્ડાએ XL750 ટ્રાન્સાલ્પ (XL750 Transalp) એડવેન્ચર ટૂરર બાઇક લોન્ચ કરી છે. આ બાઇકમાં પણ Hornet બાઇક જેવું જ સમાન અને ભરોસાપાત્ર 755ccનું એન્જિન મળે છે, જે સમાન રીતે 90.5hpનો પાવર અને 75Nm ટોર્ક ઓફર કરે છે. જોકે, આ એડવેન્ચર બાઇકની ડિઝાઇન લાંબી મુસાફરી અને ખરાબ રસ્તાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે. રાઇડિંગને વધુ સુરક્ષિત બનાવવા માટે તેમાં પાવરફુલ ડ્યુઅલ LED હેડલેમ્પ સેટઅપ અને એડવાન્સ વિન્ડસ્ક્રીન આપવામાં આવી છે. આમાં પણ હોન્ડા રોડસિંક ફીચર સાથેની 5-ઇંચની સ્માર્ટ TFT સ્ક્રીન મળે છે. કંપનીએ ભારતમાં આ એડવેન્ચર બાઇકની કિંમત ₹13.20 લાખ નક્કી કરી છે. આ બાઇક ગ્રાહકોને બે સુંદર શેડ્સ- રોઝ વ્હાઇટ અને પર્લ ડીપ મડ ગ્રે કલરમાં મળશે.
જેસલમેરમાં જોવા મળી નવી Mahindra Scorpio N: ADAS સહિત અનેક પ્રીમિયમ ફીચર્સ સાથે માર્કેટમાં કરશે એન્ટ્રી!
હોન્ડા CBR1000RR-R ફાયરબ્લેડ SP
જો તમને હાઇ-સ્પીડ રેસિંગ અને સ્પોર્ટ્સ લુક ગમતો હોય, તો હોન્ડાના પોર્ટફોલિયોમાં સામેલ CBR1000RR-R ફાયરબ્લેડ સીરીઝની આ બાઇક આકર્ષિત કરશે. આ મોટરસાઇકલ હોન્ડા બ્રાન્ડની ફ્લેગશિપ સુપરસ્પોર્ટ બાઇક છે, જે રેસિંગ ટ્રેક માટે ખાસ બનેલી છે. એન્જિનની વાત કરીએ તો, તેમાં 1000ccનું અત્યંત શક્તિશાળી ઇનલાઇન ફોર-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન બાઇકને રોકેટ જેવી સ્પીડ આપવા માટે 214.5 hpનો અધધ પાવર અને 113 Nmનો ટોર્ક પ્રોડ્યુસ કરે છે. આ પ્રીમિયમ સુપરબાઇકમાં એરોડાયનેમિક વિંગલેટ્સ, એડવાન્સ રાઇડિંગ મોડ્સ અને પ્રીમિયમ સસ્પેન્શન જેવા ઘણા હાઇટેક ફીચર્સ લોડ કરવામાં આવ્યા છે. ડેશબોર્ડ પર 5-ઇંચની હાઇ-રિઝોલ્યુશન TFT સ્ક્રીન આપવામાં આવી છે. આ સુપરબાઇકની ભારતમાં એક્સ-શોરૂમ કિંમત ₹33.50 લાખ છે અને તે ગ્રાન્ડ પ્રિક્સ રેડ નામના ક્લાસિક સ્પોર્ટી કલરમાં લોન્ચ કરવામાં આવી છે.
Honda Gold Wing
Honda Gold Wingએ મોટરસાઇકલ જગતની રોલ્સ રોયસ ગણાય છે, જે પોતાની અલ્ટ્રા-લક્ઝરી અને પ્રીમિયમ કમ્ફર્ટ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. કંપનીએ આ ફ્લેગશિપ લક્ઝરી ટૂરિંગ બાઇકને ભારતમાં નવા કલર અને લેટેસ્ટ અપડેટ સાથે ફરી રજૂ કરી છે. લોન્ગ ડિસ્ટન્સ ટ્રાવેલિંગ માટે આ બાઇકમાં 1833ccનું વિશાળ લિક્વિડ-કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે ભારે વજન હોવા છતાં સ્મૂધ પરફોર્મન્સ આપે છે. આ બાઇક 7-સ્પીડ ડ્યુઅલ-ક્લચ ટ્રાન્સમિશન (DCT) ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. આટલી મોટી બાઇકને સરળતાથી પાર્ક કરવા અને ટર્ન કરવા માટે તેમાં ખાસ રિવર્સ (Reverse) અને વૉકિંગ સ્પીડ મોડ (Walking Speed Mode) જેવા આધુનિક ફીચર્સ છે. આ ઉપરાંત લાંબી સફરમાં મનોરંજન માટે પ્રીમિયમ સ્પીકર્સ, વાયરલેસ Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટી પણ આપવામાં આવી છે. હોન્ડાની આ લક્ઝરી કિંગ બાઇકની કિંમત ₹44.30 લાખ છે અને તે પ્રીમિયમ ગન મેટલ બ્લેક મેટાલિક કલરમાં વેચાશે.






