Home Utilities Home Ministry Warns Do Not Dial This Code Even By Mistake Your Bank Account May Be Closed

ગૃહ મંત્રાલયની મોટી ચેતવણી : તાત્કાલિક ફોનમાં કરો આ સેટિંગ્સ, નહીંતર ખાલી થઈ જશે તમારું બેંક ખાતું

ગૃહ મંત્રાલયની મોટી ચેતવણી
Published by: OBS Bureau
Last Updated: Jan 11, 2026, 01:30 PM IST

Cyber Fraud: આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયા છે, પરંતુ સાથે સાથે સાયબર છેતરપિંડીના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ તાજેતરમાં એક ખતરનાક નવા સ્કેમ વિશે મોટી ચેતવણી જારી કરી છે.

આ સ્કેમમાં સાયબર ગુનેગારો કુરિયર કંપની અથવા ડિલિવરી એજન્ટનો ભેશ ધરીને ફોન કરે છે. તેઓ કહે છે કે તમારા નામે પાર્સલ આવ્યું છે અને ડિલિવરીમાં કોઈ સમસ્યા છે. વાતચીત દરમિયાન તેઓ તમને USSD કોડ ડાયલ કરવાનું કહે છે, જેમ કે 21, 61 અથવા 67 થી શરૂ થતા કોડ (જેમાં તેમનો નંબર ઉમેરેલો હોય છે).

કોલ ફોરવર્ડિંગ એક્ટિવ

આ કોડ ડાયલ કરતાં જ તમારા ફોન પર કોલ ફોરવર્ડિંગ એક્ટિવ થઈ જાય છે. પરિણામે, બેંક તરફથી આવતા OTP, વેરિફિકેશન કોલ્સ અને અન્ય મહત્વના મેસેજ સીધા છેતરપિંડી કરનારના ફોન પર જતા રહે છે. તમને ખબર પણ ન પડે અને તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે. આનાથી WhatsApp, Telegram જેવા એકાઉન્ટ્સ પણ હેક થઈ શકે છે.

કેવી રીતે બચવું? તાત્કાલિક આ કરો!

ક્યારેય અજાણ્યા નંબરમાંથી આવેલા કોડ જેમ કે 21, 61, 67 વગેરે ડાયલ ન કરો.

જો તમને શંકા હોય કે કોલ ફોરવર્ડિંગ ચાલુ છે, તો તરત જ તમારા ફોનમાંથી 002 ડાયલ કરો. આ કોડ બધા પ્રકારનું કોલ ફોરવર્ડિંગ એક જ વારમાં બંધ કરી દેશે.

કોઈપણ ડિલિવરી અથવા કુરિયર સંબંધિત કોલમાં ઉતાવળમાં કોડ ડાયલ ન કરો. હંમેશા ઓફિશિયલ એપ અથવા વેબસાઇટ પરથી વેરિફાય કરો.

તમારી સુરક્ષા તમારા હાથમાં

આવી છેતરપિંડીના કિસ્સા નોંધાયા પછી I4C એ દેશભરમાં આ ચેતવણી ફેલાવી છે. તમારી સુરક્ષા તમારા હાથમાં છે – આજે જ 002 ડાયલ કરીને ચેક કરો! જો તમને કોઈ શંકા હોય અથવા તમારી સાથે આવું થયું હોય, તો તરત જ 1930 પર કોલ કરો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now