Home Gujarat Hmvp Cases Increase In Gujarat

સાબરકાંઠા જિલ્લામાં HMVPનો શંકાસ્પદ કેસ : 8 વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો

સાબરકાંઠા જિલ્લામાં HMVPનો શંકાસ્પદ કેસ
Published by: OBS Bureau
Last Updated: Jan 08, 2025, 07:00 PM IST

સાબરકાંઠામાં HMVPની એન્ટ્રી?

અમદાવાદમાં બે માસના બાળકને જોવા મળેલા HMVPના કેસ બાદ હવે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં HMVPનો શંકાસ્પદ કેસ નોંધાયો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 8 વર્ષના બાળકમાં HMVPના લક્ષણો જોવા મળ્યા હતા.  હિમતનગરની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બાળકને અમદાવાદમાં વધુ સારવાર માટે લાવવામાં આવ્યો છે.

શંકાસ્પદ કેસ નોંધાતા દોડધામ

બાળકના સેમ્પલને તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાના બાળકમાં શંકાસ્પદ HMVPના લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.  ગાંધીનગરમાંથી રિપોર્ટ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ આગળની કાર્યવાહી કરશે.

અમદાવાદમાં નોંધાયો પ્રથમ કેસ

ગુજરાતમાં HMVPનો પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયો હતો. બે મહિનાના બાળકમાં HMVPના લક્ષણો જોવા મળ્યા હતા. ખાનગી હોસ્પિટલના તબીબના કહેવા મુજબ આ બાળક હાલ સ્વસ્થ છે. HMVPવાયરસને લઈ ગુજરાત સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યુ હતું કે- આ વાયરસથી ગભરાવવાની જરૂર નથી, આ વાયરસ વર્ષ 2001થી છે. આ વાયરસ કોરોના જેટલો ગંભીર નથી, આ વાયરસમાં શરદી-ઉધરસના સામાન્ય લક્ષણો જોવા મળે છે. ઋષિકેશ પટેલે હોસ્પિટલોમાં ટેસ્ટિંગની વ્યવસ્થા ઉભી કરવાની સૂચના આપી હતી.

 
HMVP વાયરસના લક્ષણો

બાળકો,વૃદ્ધો અને નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને અસરની શક્યતા વધારે રહે છે. આ વાયરસના કારણે શરદી, ઉધરસ,તાવ અને કફની ફરિયાદ રહે છે. કેટલાક કિસ્સાઓમાં ન્યૂમોનિયાની અસર વધી જાય તો દર્દીને દાખલ કરવો પડી શકે તેમ છે. કેન્દ્ર અને રાજ્યસરકારની એડવાઈઝરી મુજબ આ વાયરસથી ગભરાવવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવું જરૂરી છે.

 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now