ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં 7 ફેબ્રુઆરીનો દિવસ એક મહાન દેશભક્તના બલિદાન માટે સુવર્ણ અક્ષરે અંકિત છે. આજના દિવસે ક્રાંતિકારી શચીન્દ્રનાથ સાન્યાલની પુણ્યતિથિ છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં જન્મેલા સાન્યાલ 'હિન્દુસ્તાન રિપબ્લિકન આર્મી' ના સહ-સ્થાપક હતા અને તેમણે આઝાદીની લડત માટે પોતાનું સર્વસ્વ હોમી દીધું હતું. બ્રિટિશ શાસન દરમિયાન તેમને બે વખત કાળા પાણીની આકરી સજા ફટકારવામાં આવી હતી. વર્ષ 1937-1938 માં રાજકીય કેદીઓની મુક્તિ સમયે તેમને જેલમુક્ત કરાયા હોવા છતાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. સતત સંઘર્ષ અને જેલવાસના કારણે તેમનું સ્વાસ્થ્ય લથડ્યું અને ક્ષય રોગના કારણે વર્ષ 1942 માં આ મહાન ક્રાંતિકારીએ અંતિમ શ્વાસ લીધા હતા.
7 ફેબ્રુઆરી: ઇતિહાસના પાના પર નોંધાયેલી મહત્વની ઘટનાઓ
1792: ઓસ્ટ્રેલિયા અને પ્રશિયાએ ફ્રાન્સ સામે એક વિશેષ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
1831: બેલ્જિયમ દેશમાં નવું બંધારણ અમલી બન્યું હતું.
1856: બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ નવાબ વાજિદ અલી શાહના શાસન હેઠળના અવધ રાજ્યનું શાંતિપૂર્ણ રીતે વિલીનીકરણ કર્યું.
1904: અમેરિકાના બાલ્ટીમોરમાં લાગેલી ભયાનક આગમાં અંદાજે 1500 જેટલી ઇમારતો ખાખ થઈ ગઈ હતી.
1915: રેલવેના ઇતિહાસમાં પ્રથમ વખત ચાલતી ટ્રેનમાંથી વાયરલેસ સંદેશ મોકલીને સફળતાપૂર્વક રેલવે સ્ટેશન પર મેળવવામાં આવ્યો હતો.
1935: વિશ્વપ્રસિદ્ધ બોર્ડ ગેમ 'Monopoly' ને આજે જ કોપીરાઈટ કરવામાં આવી હતી. અમેરિકન શોધક ચાર્લ્સ ડેરો દ્વારા બનાવાયેલી આ રમત ભારતમાં 'બિઝનેસ' કે 'વેપાર' તરીકે લોકપ્રિય છે. આ રમત 100 થી વધુ દેશોમાં 40 થી વધુ ભાષાઓમાં રમાય છે.
1940: બ્રિટનમાં રેલવે તંત્રનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.
1959: ફિડેલ કાસ્ટ્રોએ ક્યુબાના નૂતન બંધારણની સત્તાવાર જાહેરાત કરી.
1992: ભારતીય નૌકાદળમાં સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત પ્રથમ સબમરીન INS Shalki નો સમાવેશ કરવામાં આવ્યો હતો.
2000: આતંકવાદ સામે લડવા માટે ભારત અને અમેરિકાના સંયુક્ત કાર્યકારી જૂથની પ્રથમ બેઠક વોશિંગ્ટનમાં યોજાઈ હતી.
2008: ભારત સરકારે આતંકવાદી સંગઠન SIMI પરના પ્રતિબંધની અવધિમાં વધારો કર્યો હતો.
આજના દિવસે જન્મેલા મહાનુભાવો
1997: અર્જુન લાલ જાટ - ભારતીય નૌકાયાન (Rowing) ખેલાડી.
1993: Kidambi Srikanth - ભારતના સુપ્રસિદ્ધ બેડમિન્ટન સ્ટાર.
1934: સુજીત કુમાર - ભોજપુરી અને હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા.
1908: મનમથનાથ ગુપ્તા - અગ્રણી ક્રાંતિકારી અને લેખક.
1898: રમાબાઈ આંબેડકર - ડૉ. ભીમરાવ આંબેડકરના ધર્મપત્ની.
1865: કોંડા વેંકટપ્પય્યા - આંધ્રપ્રદેશના જાણીતા સમાજ સુધારક અને ધારાશાસ્ત્રી.




















