Home International History Of 20 January Ajit Doval Birthday Basketball First Match Jp Nadda

આજે 20 જાન્યુઆરી : NSA અજીત ડોભાલનો જન્મદિવસ, જાણો આજના દિવસનો ઈતિહાસ

આજે 20 જાન્યુઆરી
Published by: OBS Bureau
Last Updated: Jan 20, 2026, 02:00 AM IST

ઈતિહાસની તવારીખમાં 20 જાન્યુઆરીનો દિવસ રમતગમતથી લઈને રાજકારણ અને સામાજિક ક્ષેત્રે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 1892માં આજના દિવસે દુનિયામાં પ્રથમ વખત બાસ્કેટ બોલની મેચ યોજાઈ હતી. આ ઉપરાંત ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલનો જન્મદિવસ અને ટાટા ગ્રૂપના પાયાના પથ્થર સમાન સર રતનજી ટાટાની જન્મજયંતિ પણ આજે છે.

રાજકીય અને સામાજિક મહત્વની ઘટનાઓ

વર્ષ 2020માં આજના દિવસે જે. પી. નડ્ડા ભારતીય જનતા પાર્ટી (BJP) ના 11મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. આ સિવાય આંધ્ર પ્રદેશ વિધાનસભાએ રાજ્યમાં ત્રણ રાજધાની બનાવવાના મહત્વકાંક્ષી બિલને મંજૂરી આપી હતી, જે હેઠળ વિશાખાપટ્ટનમ, અમરાવતી અને કુર્નૂલને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. વિશ્વ મંચ પર વાત કરીએ તો, વર્ષ 2009માં બરાક ઓબામાએ અમેરિકાના 44મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈને ઈતિહાસ રચ્યો હતો.

કલા અને સન્માન

બોલિવૂડની વાત કરીએ તો વર્ષ 2020માં દીપિકા પાદુકોણને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ માટે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા 'ક્રિસ્ટલ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવી હતી. તેમજ વર્ષ 2010માં જાણીતા સિનેમેટોગ્રાફર વી.કે. મૂર્તિને દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જે આ એવોર્ડ મેળવનારા પ્રથમ સિનેમેટોગ્રાફર બન્યા હતા. વર્ષ 2008માં દેવાનંદને 'લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો.

વિજ્ઞાન અને ભારતનો ફાળો

ભારતના પરમાણુ ઈતિહાસમાં 1957નો દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે, કારણ કે આજના દિવસે દેશના પ્રથમ પરમાણુ મથક 'અપ્સરા'નું ઉદ્ઘાટન થયું હતું. અવકાશ વિજ્ઞાનમાં નાસાએ વર્ષ 2006માં પ્લુટોના અભ્યાસ માટે 'ન્યૂ હોરાઇઝન્સ' સેટેલાઇટ લોન્ચ કર્યો હતો.

સ્મૃતિ વંદના

આજે ભારત રત્નથી સન્માનિત સ્વાતંત્ર્ય સેનાની ખાન અબ્દુલગફ્ફર ખાન (સરહદના ગાંધી), જાણીતા સમાજ સેવક ઠક્કર બાપ્પા અને બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી પરવીન બાબીની પુણ્યતિથિ છે. આ મહાનુભાવોએ પોતપોતાના ક્ષેત્રમાં આપેલું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે.

અન્ય મહત્વપૂર્ણ ક્ષણો:

  • 2018: ભારતે સતત બીજી વખત બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો.

  • 2010: ભારતમાં 'મોબાઈલ પોર્ટેબિલિટી' (MNP) સેવાની શરૂઆત થઈ.

  • 1972: અરુણાચલ પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશ અને મેઘાલય પૂર્ણ રાજ્ય બન્યું.

  • 1817: કલકત્તા હિંદુ કોલેજની સ્થાપના કરવામાં આવી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now