Home International History Of 19 February Chhatrapati Shivaji Maharaj Jayanti Details

આજે 19 ફેબ્રુઆરી : છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ, રેલ્વેની ઐતિહાસિક શરૂઆત, જાણો આજનો ઈતિહાસ

આજે 19 ફેબ્રુઆરી
Published by: OBS Bureau
Last Updated: Feb 19, 2026, 03:30 AM IST

ભારતીય ઇતિહાસમાં 19 ફેબ્રુઆરીની તારીખ અત્યંત ગૌરવશાળી માનવામાં આવે છે. આજે મહાન મરાઠા શાસક અને હિન્દુ રાષ્ટ્રની સ્થાપનામાં પાયાની ભૂમિકા ભજવનાર છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ છે. વર્ષ 1630માં મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં જન્મેલા શિવાજી મહારાજે મુઘલ સામ્રાજ્ય સામે અનેક યુદ્ધો લડ્યા અને પોતાની રણનીતિથી સૌને ચોંકાવી દીધા હતા. આ ઉપરાંત આજની તારીખ ટેકનોલોજી અને રાજનીતિના દૃષ્ટિકોણથી પણ ઘણી મહત્વની છે.

રેલ્વેમાં ડિજિટલ ક્રાંતિની શરૂઆત

ભારતીય રેલ્વેના ઇતિહાસમાં વર્ષ 1986નો આજનો દિવસ યાદગાર છે. ૧૯ ફેબ્રુઆરીના રોજ દેશમાં પ્રથમ વખત ટ્રેનમાં કોમ્પ્યુટરાઈઝ્ડ રિઝર્વેશન સિસ્ટમની શરૂઆત કરવામાં આવી હતી. આ શરૂઆત સાથે જ રેલ્વે મુસાફરો માટે ટિકિટ બુકિંગની પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બની હતી.

મહાન હસ્તીઓનો જન્મદિવસ

આજે ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતા (1900) અને પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી નિકોલસ કોપરનિક્સનો પણ જન્મદિવસ છે. આ સાથે દક્ષિણ ભારતીય ફિલ્મ નિર્દેશક કે. વિશ્વનાથ, પ્રખ્યાત શિલ્પકાર રામ વી. સુતાર અને અભિનેત્રી સોનુ વાલિયા જેવી હસ્તીઓનો પણ આજની તારીખ સાથે સંબંધ છે.

ઇતિહાસની અન્ય મહત્વની ઘટનાઓ

  • 1389: દિલ્હીના સુલતાન ગિયાસુદ્દીન તુગલક દ્વિતીયનું અવસાન થયું.

  • 1719: મુઘલ શાસક ફારુખ સિયરની હત્યા કરવામાં આવી.

  • 1915: ભારતના મહાન સ્વતંત્રતા સેનાની અને સમાજ સુધારક ગોપાલ કૃષ્ણ ગોખલેની આજે પુણ્યતિથિ છે.

  • 1993: હૈટો નજીક દરિયામાં ૧૫૦૦ મુસાફરો સાથેનું જહાજ ડૂબી જવાની કરૂણ ઘટના બની હતી.

  • 1999: ડેનમાર્કના વૈજ્ઞાનિક ડૉ. લેન વેસ્ટરગાર્ડે પ્રકાશની ગતિને ધીમી કરવામાં સફળતા મેળવી હતી.

  • 2008: ફિડેલ કાસ્ટ્રોએ ક્યુબાના રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું.

19 ફેબ્રુઆરીની તારીખે વિદાય લેનાર વિભૂતિઓ

સ્વતંત્રતા સેનાની ગોપાલ કૃષ્ણ ગોખલે ઉપરાંત આજે પ્રખ્યાત વિદ્વાન નરેન્દ્ર દેવ (1956), સંગીતકાર પંકજ મલિક (1978) અને પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અલ્તમસ કબીર (2017)ની પણ પુણ્યતિથિ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now