Home Entertainment Hina Khan Cancer Health Update Shares Emotional Post With Fans Amid Cancer Treatment

'કોઈ મને તોડી શકતું નથી...' : કેન્સરથી પીડિત હિના ખાને ફરી બતાવી હિંમત, શેર કરી ઈમોશનલ પોસ્ટ

'કોઈ મને તોડી શકતું નથી...'
Published by: OBS Bureau
Last Updated: Jan 06, 2025, 08:09 AM IST

Hina Khan Emotional Post: એક્ટ્રેસ હિના ખાન કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડી રહી છે. તે તેના ફેન્સ સાથે તેના સ્વાસ્થ્ય સંબંધિત અપડેટ શેર કરતી રહે છે. હિનાની હિંમત અને તાકાત માટે ચારેતરફ વખાણ થઈ રહ્યા છે. હવે હિના ખાને બીજી પોસ્ટમાં પોતાની અજોડ ભાવનાનું ઉદાહરણ આપ્યું છે. હિના ખાનની આ પોસ્ટ જોયા બાદ દરેક લોકો તેના વખાણ કરી રહ્યા છે. ચાલો તમને જણાવીએ કે હિના ખાને પોતાની પોસ્ટમાં શું કહ્યું છે?

હિના ખાને તસવીર કરી શેર
હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. હિના ખાને આ પોસ્ટ દ્વારા તેના તમામ ફેન્સે તેની હિંમત બતાવી. કેન્સરના ત્રીજા સ્ટેજમાં હોવા છતાં પણ હિનાના ચહેરા પરથી સ્મિત ક્યારેય દૂર થતું નથી. આ તસવીરમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. હિનાએ શેર કરેલી તસવીરમાં લખ્યું છે કે, 'જ્યાં સુધી ભગવાન છે ત્યાં સુધી મને તોડી શકે તેવું કોઈ નથી.' તે આ પરિસ્થિતિઓ સામે લડવાનું ચાલુ રાખશે.

હિનાએ ફેન્સને અપડેટ આપી
આ દરમિયાન હિનાએ કામ કરવાનું બંધ કર્યું નથી. તે સતત તેના પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી છે. હાલમાં જ તે એક સેટ પર જોવા મળી હતી જ્યાં તેમણે શૂટિંગ કર્યું હતું. હવે, આ શૂટ શેના વિશે હતું તે અંગે હાલમાં કોઈ માહિતી સામે આવી નથી. આ પ્રસંગે સ્પોટ થયેલી હિનાએ પણ પોતાના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપી છે. આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.



વીડિયોમાં હિનાને પેપ્સ તેમની તબિયત વિશે પૂછી રહ્યાં છે. હિના ખાને તેનો જવાબ આપ્યો છે, 'હું ઠીક છું, તમે લોકો કેમ છો?' ત્યાર બાદ હિના કહે છે, 'મારી તબિયત સારી છે.' અન્ય એક વીડિયોમાં હિના કહે છે, 'મારી તબિયત સારી છે, તમે લોકો પ્રાર્થના કરો.'

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now