Home Gujarat Heroin Worth Crores Seized From Ahmedabad Airport

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું કરોડોનું હેરોઈન : સાબુના બોક્સ અને સફેદ પરબીડિયામાં સંતાડ્યું હતું, એક શખસની ધરપકડ

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું કરોડોનું હેરોઈન
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 10, 2026, 03:37 PM IST

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી નશીલા પદાર્થોની તસ્કરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. એરપોર્ટ પર અંદાજે રૂ. 30 કરોડની કિંમતનું હેરોઈન ઝડપવામાં આવ્યું છે. કુલ 6 કિલોથી વધુ હેરોઈનના જથ્થા સાથે એક શખસની ધરપકડ કરવામાં આવી છે, જેને લઈ સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે.

સાબુના બોક્સ અને સફેદ પરબીડિયામાં સંતાડ્યું હતું હેરોઈન

મળતી માહિતી મુજબ, આરોપીએ હેરોઈનને ખૂબ ચતુરાઈથી સાબુના બોક્સ અને સફેદ પરબીડિયામાં સંતાડી રાખ્યું હતું, જેથી તપાસ દરમિયાન શંકા ન જાય. જોકે સુરક્ષા એજન્સીઓની સતર્કતા અને ચોકસાઈને કારણે આ નશીલા પદાર્થોની તસ્કરી ઝડપાઈ ગઈ હતી. તપાસ દરમિયાન બેગની સઘન ચકાસણી કરતાં તેમાં છુપાવેલો હેરોઈનનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

એક શખસની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી

ઝડપાયેલ હેરોઈનનું કુલ વજન 6 કિલોથી વધુ હોવાનું અને તેની અંદાજિત બજાર કિંમત રૂ. 30 કરોડ જેટલી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ મામલે એક શખસની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આરોપી કયા નેટવર્ક સાથે સંકળાયેલો છે અને આ હેરોઈન ક્યાંથી લાવવામાં આવ્યું હતું તથા ક્યાં પહોંચાડવાનું હતું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાશે!
જૈન મુનિ સાગરચંદ્ર વિવાદના વમળમાં...
જામનગરને મળી મોટી ભેટ
એમ.એસ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ ટેસ્ટ મુદ્દે હોબાળો
નંદેસરી GIDCના ઉદ્યોગો માટે 'સ્ટીમ હાઉસ' બન્યું સંજીવની