Home Automobile Hero Xtreme 160r 4v Launched With Cruise Control Feature

Hero Xtreme 160R 4V ક્રુઝ કંટ્રોલના ફીચર સાથે થઈ લોન્ચ! : આ બાઇકની કિંમત, ચાર જબરદસ્ત કલર ઓપ્શન અને એન્જિનની માહિતી જાણો

Hero Xtreme 160R 4V ક્રુઝ કંટ્રોલના ફીચર સાથે થઈ લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Nov 27, 2025, 06:50 AM IST

Hero Xtreme 160R's new 4V cruise control variant launched: હીરો મોટોકોર્પે ભારતમાં તેની લોકપ્રિય સ્પોર્ટ્સ કોમ્યુટર બાઇક, Hero Xtreme 160R નું નવું 4V ક્રુઝ કંટ્રોલ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. થોડા અઠવાડિયા પહેલા દેશભરના અનેક ડીલરશીપ પર બાઇકના ફોટા જોવા મળ્યા હતા, અને હવે કંપનીએ ઓફિશિયલ રીતે તેની કિંમત જાહેર કરી છે.

Hero Xtreme 160R 4V ની કિંમત

નવા મોડલની કિંમત ₹1,34,100 (એક્સ-શોરૂમ) છે. આ કિંમત સ્ટાન્ડર્ડ વર્ઝન કરતાં લગભગ ₹4,500 વધુ છે. એડવાન્સ ફીચર અને ટેકનોલોજીના અપડેટ્સને કારણે કિંમતમાં મુખ્યત્વે વધારો થયો છે.

કલર ઓપ્શન

આ બાઇકમાં નવા ગ્રાફિક્સ અને ચાર કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે: જે Matt Shadow Grey, Kevlar Brown, Matt Slate Black અને Neon Shooting Star. જે તેને વધુ સ્પોર્ટી લુક આપે છે.

Hero Xtreme 160R 4V માં નવું શું છે?

નવા વેરિઅન્ટમાં મિકેનિકલ સેટઅપ એ જ રહે છે. તેમાં એ જ 163.2cc સિંગલ-સિલિન્ડર, એર/ઓઇલ-કૂલ્ડ એન્જિન છે જે 8,500rpm પર 16.9hp અને 6,500rpm પર 14.6Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. પર્ફોર્મન્સમાં કોઈ બદલાવ નથી, પરંતુ ફીચર્સની દ્રષ્ટિએ નોંધપાત્ર અપગ્રેડ કરવામાં આવ્યા છે, જે તેને તેના સેગમેન્ટમાં વધુ પ્રીમિયમ બનાવે છે.

Hero Xtreme 160R 4V ફીચર્સ અને ક્રુઝ કંટ્રોલ

હીરોએ બાઇકમાં નવી ડિઝાઇન કરેલી LED હેડલાઇટ આપી છે, જે Xtreme 250R જેવી જ દેખાય છે. તે નવા 4.2 ઇંચના કલર LCD ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ સાથે આવે છે, જે સ્પીડ, ગિયર પોઝિશન, માઇલેજ અને અન્ય રાઇડિંગની માહિતી સ્પષ્ટપણે દર્શાવે છે. આ બાઇકમાં સૌથી મોટી અપડેટ ક્રુઝ કંટ્રોલ અને રાઇડ-બાય-વાયર થ્રોટલ સિસ્ટમ છે. ભારતમાં 160cc સેગમેન્ટમાં પહેલીવાર કોઈ બાઇકમાં આ ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચર લાંબા અંતરની મુસાફરી કરનારાઓ માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે, કારણ કે તે એક્સિલરેટર દબાવ્યા વિના બાઇકને નિશ્ચિત ગતિએ ચલાવી શક્શે. આ બાઇક ત્રણ રાઇડિંગ મોડ્સ સાથે આવે છે - રેઇન, રોડ અને સ્પોર્ટ - જેને રાઇડર પોતાની જરૂરિયાત મુજબ સરળતાથી બદલી શકે છે.

Hero Xtreme 160R 4V એન્જિન અને ટેકનોલોજી

આ નવા વેરિઅન્ટમાં, હીરોએ હેન્ડલબાર પર એક નવું સ્વીચગિયર સેટઅપ રજૂ કર્યું છે, જે રાઇડ મોડ્સ બદલવા અને ક્રુઝ કંટ્રોલને એક્ટિવ કરવાનું ખૂબ સરળ બનાવે છે. આ ટેકનોલોજી અગાઉ Xtreme 125R અને Glamour X જેવા મોડલોમાં જોવા મળી છે, પરંતુ તેને 160cc સેગમેન્ટમાં લાવવી એ એક મોટું અને બોલ્ડ પગલું છે. તેનો અર્થ એ કે, નવી Hero Xtreme 160R 4V ક્રુઝ કંટ્રોલ વેરિઅન્ટ હવે સ્પોર્ટી લુક, એડવાન્સ ફીચર અને મોર્ડન ટેકનોલોજીનું મજબૂત કોમ્બિનેશન બની ગયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now