Hera Pheri 3: પ્રિયદર્શનની આઈકોનિક કોમેડી ફ્રેન્ચાઈઝી હેરા ફેરી 3ની રાહ જોતા ચાહકો માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. અક્ષય કુમારે તાજેતરમાં શુભંકર મિશ્રા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે ફિલ્મનું નિર્માણ હાલમાં બંધ છે અને તેને ઓછામાં ઓછું એક વર્ષ માટે મુલતવી રાખવામાં આવ્યું છે.
અક્ષયે કહ્યું, “હેરા ફેરી 3 અભી ફિલહાલ તો નહીં બન રહી. મને પણ જાતે જ ઝટકો લાગ્યો હતો. કોઈ વાંધો નહીં, વેલકમ બનાવી લીધી. થોડા મંત્રો બોલવા પડશે કે બધું ઠીક થઈ જાય. અભી એક વર્ષ તો નહીં થાય.” તેમણે આગળ ઉમેર્યું કે, “ઘણી બધી સમસ્યાઓ છે… ઘણી બધી બાબતો, કરારો છે જે પ્રોજેક્ટને પાછળ ધકેલી રહ્યા છે. એવું નથી કે અમે ત્રણેય (અક્ષય, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી) સાથે નથી.”
શા માટે વિલંબ?
ફિલ્મ 2025માં જાહેર કરવામાં આવી હતી, પરંતુ ત્યારથી તે વિવાદોમાં ફસાઈ ગઈ છે: પરેશ રાવલે અસ્થાયી રીતે બહાર નીકળવાની જાહેરાત કરી હતી (પછી પાછા આવ્યા).
ફિરોઝ નડિયાદવાલા અને દક્ષિણ ભારતીય નિર્માતા વચ્ચે કોપીરાઈટ અને મ્યુઝિક રાઈટ્સનો કાનૂની વિવાદ.
તાજેતરમાં લેખક રોહન શંકર પણ પ્રોજેક્ટ છોડી ગયા છે.
પરેશ રાવલ અને પ્રિયદર્શને પણ અગાઉ કહ્યું હતું કે 2026માં શૂટિંગ શરૂ થવાની સંભાવના ઓછી છે.
આ પણ વાંચો: વિજય દેવરકોંડાની નવી ફિલ્મની જાહેરાત : પાવરફુલ ફર્સ્ટ લુક થયો રિલીઝ, પોસ્ટર જોઈને રહી જશો દંગ!
અક્ષય કુમાર હાલમાં શું કરી રહ્યા છે?
આ સમાચાર તેમની તાજેતરમાં રિલીઝ થયેલી Bhoot Bangla (17 એપ્રિલ 2026)ની સફળતાની વચ્ચે આવ્યા છે. પ્રિયદર્શન દ્વારા નિર્દેશિત આ હોરર-કોમેડીને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ચાહકો હવે આશા રાખી રહ્યા છે કે કાનૂની અને કરારી મુદ્દાઓ જલદી ઉકેલાય અને હેરા ફેરી 3માં અક્ષય કુમાર (રાજુ), સુનીલ શેટ્ટી (શ્યામ) અને પરેશ રાવલ (બાબુરાવ)ની આઈકોનિક ત્રિપુટી ફરી એક વાર મોટા પડદે જોવા મળે.





