Home Entertainment Vijay Deverakonda Vdxshouryuv First Look Poster News

વિજય દેવરકોંડાની નવી ફિલ્મની જાહેરાત : પાવરફુલ ફર્સ્ટ લુક થયો રિલીઝ, પોસ્ટર જોઈને રહી જશો દંગ!

Vijay Deverakonda
Published by: Suman Dabhi
Last Updated: Apr 18, 2026, 10:02 AM IST

Vijay Deverakonda: તેલુગુ સુપરસ્ટાર વિજય દેવરકોંડાએ આજે svp એક મોટી અને પડકારજનક જાહેરાત કરી છે. દિગ્દર્શક શૌર્યુવ (Hi Nannaના નિર્માતા) સાથેની તેમની આગામી ફિલ્મનું કામકાજી નામ VDxShouryuv છે. સાથે જ તેમણે ફિલ્મનું ફર્સ્ટ-લુક પોસ્ટર પણ રિલીઝ કર્યું છે, જે જોઈને ચાહકો અને સિનેમા પ્રેમીઓ દંગ રહી ગયા છે.

પોસ્ટરમાં વિજય દેવરકોંડા એક શક્તિશાળી અને રોયલ અવતારમાં દેખાય છે – ઓલિવ ગ્રીન આઉટફિટ, સોનાના આભૂષણો અને હાથમાં ચાર ખતરનાક કૂતરાઓની લીશ પકડીને આગળ વધતા. તેમની પાછળ હથિયારો લઈને ટીમના સભ્યો ચાલી રહ્યા છે. પોસ્ટર પર લખ્યું છે – “All this anger was once love” (આ બધો ગુસ્સો એક સમયે પ્રેમ હતો), જે ફિલ્મના ઈમોશનલ અને ઇન્ટેન્સ વાઇબને હાઈલાઈટ કરે છે.

વિજયે પોતે કેપ્શનમાં લખ્યું: “વિજયે પોસ્ટ શેર કરતા લખ્યું કે આ ફિલ્મ તેમના માટે ખૂબ જ પડકારજનક છે અને તેઓ આખી ટીમ સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે. ખાસ કરીને દિગ્દર્શક શૌરયુવની કલ્પનાશક્તિ અને દૃષ્ટિ પર તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.”

આ પ્રોજેક્ટને વ્યારા એન્ટરટેઈનમેન્ટ બેંકરોલ કરી રહ્યું છે (જેણે Hi Nanna પણ બનાવી હતી). ફિલ્મમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ટીમ છે – House of the Dragonના DOP Alejandro Martínez, Emmy વિજેતા VFX સુપરવાઈઝર Eric Durst, સંગીતકાર Hesham Abdul Wahab અને Batman, Snowpiercer જેવી ફિલ્મો સાથે જોડાયેલા VFX ટીમ સહિત.ફિલ્મની વાર્તા, કાસ્ટ અને અન્ય વિગતો હજુ સુધી જાહેર થઈ નથી, પરંતુ પોસ્ટર અને “intimidating film”ના વર્ણનથી એ સ્પષ્ટ છે કે આ એક મોટા સ્કેલનું, ઈમોશનલ અને વિઝ્યુઅલી પાવરફુલ પ્રોજેક્ટ હશે.

આ પણ વાંચો: 'Ramayana' માં સૌથી મોટો ટ્વિસ્ટ! : રામ-રાવણ નહીં જોવા મળે સામસામે, યશનો ચોંકાવનારો ખુલાસો

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા

જાહેરાત થયા બાદ ચાહકો અને સેલિબ્રિટીઓએ ઉત્સાહ દર્શાવ્યો છે. અંગદ બેદી, મૃણાલ ઠાકુર જેવા સ્ટાર્સે પણ ટિપ્પણીઓ કરી છે. એક ચાહકે લખ્યું, “પોસ્ટર જ જ બધું કહી દે છે – આ ખૂબ મોટું બનવાનું છે!”હાલ વિજય દેવરકોંડા રણબલી (રશ્મિકા મંડન્ના સાથે) અને રાઉડી જનાર્દન પર કામ કરી રહ્યા છે. VDxShouryuv તેમના પાઈપલાઈનમાં એક અલગ અને એમ્બિશિયસ પ્રોજેક્ટ તરીકે ઉમેરાયો છે.

આ જાહેરાતથી તેલુગુ સિનેમાના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોસ્ટરની તાકાત જોઈને લાગે છે કે વિજય ફરી એક વખત મોટા સ્ક્રીન પર તોફાન મચાવવા તૈયાર છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now