Home Gujarat Heavy Rains Forecast In This Area Of Gujarat Monsoon

ગુજરાતમાં ત્રણ અલગ અલગ સિસ્ટમ સક્રિય : 7 દિવસ મેઘરાજા ગુજરાતને ધમરોળશે

ગુજરાતમાં ત્રણ અલગ અલગ સિસ્ટમ સક્રિય
Published by: OBS Bureau
Last Updated: Jul 30, 2025, 04:28 AM IST

ગુજરાતમાં ફરી મેઘરાજાની એન્ટ્રી થવા જઈ રહી છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી કરી છે. આજે મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ અને કેન્દ્રશાસિત દમણ-દાદરા નગર હવેલીમાં ઘનઘોર વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ રાજ્ય પર ત્રણ અલગ અલગ સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. મધ્યમથી ભારે વરસાદના આગાહીઓ આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં situational alert આપવામાં આવી છે અને માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

અંબાલાલ પટેલે ધોધમાર વરસાદની આપેલી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુસાર ઓગસ્ટની શરૂઆતથી રાજ્યમાં ભારે વરસાદ શરૂ થશે. તેઓએ આગાહી કરી છે કે 3 ઓગસ્ટે રાજ્યમાં વ્યાપક વરસાદ પડી શકે છે, અને ત્યારબાદ 6થી 10 ઓગસ્ટ દરમિયાન અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને તાપી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.

તેમણે વધુમાં કહ્યું કે, તહેવારો દરમિયાન પણ વરસાદી માહોલ જોવાઈ શકે છે. 18થી 20 ઓગસ્ટ દરમિયાન ફરી વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. સાથે જ, જન્માષ્ટમી બાદ અને ગણેશોત્સવ દરમિયાન પણ વરસાદી અસર જોવા મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now