ગુજરાતમાં હાલ હવામાન વિભાગની આગાહી પ્રમાણે માવઠાની શક્યતા છે અને સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. પરંતુ હવે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ વાતાવરણ બદલાયું છે. ભર ઉનાળે માઉન્ટ આબુમાં વાતાવરણ બદલાયું અને ભારે પવન સાથે વરસાદ પડ્યો.
માઉન્ટ આબુમાં વરસાદની સાથે કરા પણ પડ્યા છે. સવારે લગભગ 11 વાગ્યા આસપાસ જોરદાર પવન અને ધોધમાર વરસાદ પડ્યો હતો સાથે કરા પણ પડ્યા હતા. આ વરસાદ અને કરા લગભગ અડધો કલાક સાથે ચાલુ રહ્યો અને ત્યારપછી વાતાવરણ ખુશનુમા થઈ ગયું. રવિવાર હોવાથી પ્રવાસીઓનો પણ ધસારો રહેતો હોય છે તેવામાં આ વાતાવરણના કારણે પ્રવાસીઓ પણ આનંદમાં આવી જતા હોય છે.





