Home Health-lifestyle Health Weight Gain Triggers Know The Common Habits Beyond Sitting

તમારી કેટલીક આદતો તમને સ્થૂળતાના રસ્તે લઈ જાય છે : અત્યારથી ચેતી જાઓ

તમારી કેટલીક આદતો તમને સ્થૂળતાના રસ્તે લઈ જાય છે
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2025, 04:22 PM IST

સ્થૂળતાથી દુનિયાભરના લોકો પરેશાન છે. WHOએ પણ આ અંગે ચેતવણી જાહેર કરી છે. જોકે થોડા વર્ષ પહેલા આ અંગેનો એક રિપોર્ટ પણ સામે આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે 2035 સુધીમાં અડધી દુનિયા સ્થૂળતાનો શિકાર બની જશે. વર્ષ 2023માં વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. સ્થૂળતા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે હાનિકારક હોઈ શકે છે. આનાથી ગંભીર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, જેમાં ડાયાબિટિસ, હાર્ટ એટેક આવી શકે છે. આ સમસ્યા ઘણા કારણોસર લોકોને તેનો શિકાર બનાવી શકે છે, જેમાંથી કેટલાકને

ટેન્શન
કેટલીક દવાઓ
અપંગતા
જીનેટિક્સ
શારીરિક પ્રવૃત્તિનો અભાવ
કેટલીક મેડિકલ કંડીશન

આ સિવાય પણ આપણી કેટલીક આદતો પણ સ્થૂળતાનું કારણ બની શકે છે. તેની વાત આજે કરીએ.

પૂરતી ઊંઘનો અભાવ
હાલની લાઈફસ્ટાઈલ પ્રમાણે લોકો મોડેથી ઊંઘવા લાગ્યા છે અને સવારે વહેલા ઉઠવા લાગ્યા છે, જેના કારણે ઊંઘ પૂરી નથી થતી અને આ ઊંઘની કમી એક મોટુ કારણ બની શકે છે. ઊંઘનો અભાવ ભૂખને અસર કરે છે અને કેલરીયુક્ત ફૂડની ક્રેવિંગ વધે છે.

સુગરી ફૂડ
આજકાલ લોકો મોટા ભાગે પૂતાના ડાયટમાં પ્રોસેસ્ડ ફૂડ, સુગર ડ્રિંક્સ વગેરેનો ઉપયોગ કરે છે. જેમાં ખુબ માત્રામાં સુગર હોય છે. જે સ્થૂળતાનું મોટુ કારણ છે.

નાસ્તો ના કરવો
કેટલીક વખત એવુ બને છે કે મોડા પડ્યા હોવાથી લોકો સવારનો નાસ્તો કરતા જ નથીં. આ આદતના કારણે પણ વજનમાં વધારો થઈ શકે છે.

ફટાફટ ખાવું
કેટલીક વખત લોકો સમય બચાવવા અથવા અન્ય કારણોસર ઝડપથી ખાય છે. આમ કરવાથી તમે સમય તો બચાવો છો, પરંતુ તમે તમારા સ્વાસ્થ્યને બગાડો છો. હકીકતમાં, જાપાનમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઉતાવળમાં ખાવાથી મેટાબોલિક સિન્ડ્રોમ થઈ શકે છે, જે સ્થૂળતા તરફ દોરી શકે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now