Home Health-lifestyle Health News Lifestyle Side Effects Of Cream Biscuits

ક્રીમવાળા બિસ્કિટ ખાનારાઓ થઈ જાઓ સાવધાન : આમાં હોય છે કોકેન જેવો નશો, બાળકોના સ્વાસ્થ્ય માટે ખતરનાક

ક્રીમવાળા બિસ્કિટ ખાનારાઓ થઈ જાઓ સાવધાન
Published by: OBS Bureau
Last Updated: Aug 19, 2025, 01:33 PM IST

વર્તમાનમાં બાળકોને સાદા બિસ્કિટ કરતાં ક્રીમવાળા બિસ્કિટ વધારે ગમે છે. બજારમાં અલગ-અલગ સ્વાદમાં ક્રીમવાળા બિસ્કિટ મળે છે. પરંતુ શું તમને આ બિસ્કિટ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં છે. જે માતાપિતા પોતાના બાળકોને ક્રીમવાળા બિસ્કિટ ખવડાવે છે તેઓ એવું વિચારીને કે તેમનું બાળક કંઈક ખાઈ રહ્યું છે, તેમણે આ આખા સમાચાર વાંચવા જ જોઈએ. પરંતુ હકીકતમાં આ ક્રીમવાળા બિસ્કિટમાં નકલી રંગ, સ્વાદ અને ક્રીમ ભેળવવામાં આવે છે. આ પ્રકારના બિસ્કિટમાં કોકેઈન જેવો નશો હોય છે, જેની લત લાગી શકે છે. તો ચાલો જાણીએ કે આ ક્રીમ બિસ્કિટ કેટલા ખતરનાક છે.

હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર આ બિસ્કિટમાં દૂધની ક્રીમ નથી પરંતુ પ્રોસેસ્ડ ક્રીમ હોય છે. જે હાઇડ્રોજનયુક્ત ઓઇલ, આર્ટિફિશિયલ રંગો, હાઇ શુગર અને સિન્થેટિક રંગોમાંથી તૈયાર કરવામાં આવે છે. જો તમે તેનું વધુ માત્રામાં સેવન કરો છો, તો ઘણી બીમારીઓ પણ થઈ શકે છે.

ક્રીમવાળા બિસ્કિટ ખાવાથી થતા રોગો

ક્રીમવાળા બિસ્કિટમાં શુગર, ફેટ અને કેલરીનું પ્રમાણ વધુ હોય છે. તેને ખાવાથી વજન ઝડપથી વધી શકે છે. ક્રીમવાળા બિસ્કિટ ખાવાથી બ્લડ સુગરની સમસ્યા વધી શકે છે. તેને ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ વધી શકે છે. બાળકો તેના વ્યસની બની શકે છે. વધુ પડતું ગળ્યું ખાવાથી હાયપરએક્ટિવિટી અને ઇન્સ્યુલિન રેજીસ્ટનસ અથવા ઇન્સ્યુલિનમાં અચાનક વધારો થઈ શકે છે.

ક્રીમવાળા બિસ્કિટમાં શું હોય છે?

ક્રીમવાળા ચોકલેટ બિસ્કિટ અથવા ફ્લેવર્ડ બિસ્કિટમાં દૂધ, ગ્લુટેન, બદામ અને આર્ટીફીશીયલ રંગો અને સ્વાદનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે એલર્જીની સમસ્યા થઈ શકે છે. સ્વાદના નામે હાનિકારક રંગો અને સ્વાદનો ઉપયોગ કરવામાં આવે છે.

ચોકલેટ બિસ્કીટ ખાતા સમયે શું સાવધાની રખાવી જોઈએ

તમારે વધારે ફૂલાયેલા પેકેટ વાળા બિસ્કીટ ખાવાનું ટાળવું જોઈએ. આ સિવાય, જો ક્રીમમાં કોઈ પ્રકારની ફૂગ હોય અથવા કંઈક અલગ દેખાય, તો આવા બિસ્કિટ ન ખાવા જોઈએ. એટલું જ નહિ જો ટેસ્ટમાં કઈ તફાવત લાગે તો તમારે તેવા બિસ્કીટ પણ ન ખાવા જોઈએ. હંમેશા ખાતા પહેલા પેકેટમાં રહેલો ખોરાક ચેક કરવો જોઈએ. જો ટ્રાંસ ફેટ વધારે હોય તો તેવી ચિજવસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now