Home Health-lifestyle Health Life Style Pain In The Heels While Walking

એડીના દુ:ખાવાને નજરઅંદાજ ના કરતા : ચાલતી વખતે એડીમાં દુ:ખાવો થતો હોય તો એલર્ટ થઈ જજો!

એડીના દુ:ખાવાને નજરઅંદાજ ના કરતા
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2025, 04:55 AM IST

એડીમાં દુ:ખાવો થવો એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. એનો મતલબ એ નથી કે આ દુ:ખાવાને નજરઅંદાજ કરવામાં આવે. એડીમાં દુ:ખાવો થવાના જુદા જુદા કારણ હોય છે, જેમાંથી કેટલાક કારણોમાં ગંભીર સમસ્યા પણ થઈ શકે છે.

ઘણીવાર ચાલતા ચાલતા એડીમાં ઘણો દુ:ખાવો થતો હોય છે, ઘણીવાર રાત્રે ઊંઘ પણ નથી આવતી.  તેવામાં એડીમાં થતા દુ:ખાવાની જાણકારી મેળવવી જરૂરી છે. જો વધારે દુ:ખાવો થાય તો તમારે ડૉકટરને બતાવવું પડશે.

 

પગરખાના કારણે પણ દુ:ખાવો થાય

ઘણીવાર આપણે એવા બૂટ કે ચપ્પલ પહેરતા હોઈએ છીએ, જેના કારણે પગની એડી ફસાયેલી રહે છે. ટાઈટ શૂઝ પહેરવાના કારણે પણ એડીનો દુ:ખાવો થાય છે. આવા ચપ્પલ કે શૂઝ પહેરવાના કારણે દુ:ખાવો વધતો જાય છે, જેનાથી મુશ્કેલી વધી જાય છે.

 

ઊંચી હીલવાળા સેન્ડલ પણ સમસ્યાનું કારણ

ઊંચી હીલવાળા સેન્ડલ પણ દુ:ખાવો વધારી શકે છે. પ્રયત્ન કરો કે બહુ ઊંચી હીલવાળા સેન્ડલ ના પહેરવા પડે. જો ઘરમાં હોવ તો સાદા સ્લીપર પહેરો.

 

એડીમાં દુ:ખાવાના અન્ય કારણો

પ્લાન્ટર ફૈસ્કીટિસ- આ એક એવી સ્થિતિ છે જેમાં પગની એડીએ સોજો ચડી જાય છે.

 

એંચીલીજ ટેંડિનિટિસ-  આ એવી સ્થિતિ છે જેમાં પગની એડીના પાછળના ભાગમાં દુ:ખાવો થાય.

ફ્રેકચર- એડીમાં ફ્રેકચર થવાથી પણ દુ:ખાવો થાય છે.

આર્થરાઈટીસ-સંધિવાના કારણે પણ દુ:ખાવો રહે છે.

 

એડીમાં દુ:ખાવાના લક્ષણો

 

ચાલતી વખતે દુ:ખાવો,એડીમાં સોજો,  જ્યારે તમે ઉભા રહો છો અથવા ચાલતા હોવ તો જો તમને ચાલતી વખતે એડીમાં દુખાવો થાય છે, તો તમારે તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ડૉક્ટર તમારી તપાસ કરશે અને તમને યોગ્ય સારવાર વિશે સલાહ આપશે

 

એડીના દુ:ખાવા સામેની તકેદારી

આરામ કરવો, એડી પર બરફ લગાવવો, ફિઝિયોથેરાપી, દવા અને જરૂર પડે તો ઓપરેશન

 

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now