Home Utilities Health Keep These 4 Things Away From Yourself While Sleeping

બેડ પર જો આ વસ્તુઓ હશે તો : બગડશે તમારી ઉંઘ અને સ્વાસ્થ્ય

બેડ પર જો આ વસ્તુઓ હશે તો
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2025, 06:48 AM IST

શું રાત્રે સૂતી વખતે વારંવાર તમને બેચેની લાગે છે? શું તમે યોગ્ય રીતે સુઈ નથી શક્તા? તમે વારંવાર જાગી જાઓ છો? જો હા તો તમને જાણીને નવાઈ લાગશે કે કદાચ તમારા બેડ પાસે જ તમને ઉંઘ ના આવવાના કારણો છે. જો તમારે શાંતિથી ઉંઘવુ છે તો આટલી વસ્તુ તમારા બેડથી દૂર રાખો.

ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ
મોબાઈલ ફોન, લેપટોપ, ટેબલેટ વગેરેમાંથી નીકળતી બ્લુ લાઈટ આપણી ઊંઘ બગાડે છે. આ લાઈટ આપણા મગજને મેસેજ આપે છે કે દિવસનો સમય છે અને આપણે સૂવું ન જોઈએ. આ સિવાય સૂતા પહેલા આ ગેજેટ્સનો ઉપયોગ કરવાથી આપણી આંખો પર પણ ખરાબ અસર પડે છે. અને ઊંઘ ન આવવાની સમસ્યા પણ થઈ શકે છે.

કામ સંબંધિત વસ્તુઓ
દિવસભરની મહેનત અને થાક પછી, આપણને સારી ઉંઘ જોઈએ છે, પરંતુ શું તમે જાણો છો કે તમારા બેડની આસપાસ રાખવામાં આવેલી કામ સંબંધિત વસ્તુઓ તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. જ્યારે તમારું ધ્યાન કામ તરફ જાય છે, ત્યારે સ્ટ્રેસ વધે છે અને ઊંઘવુ મુશ્કેલ બની જાય છે. તેથી, સૂતા પહેલાં તમારા બેડને એકદમ ખાલી અને શાંત બનાવો.

સોફ્ટ ટોય
બાળકો હોય કે મોટેરા લોકો, ઘણા લોકો સૂતી વખતે તેમના મનપસંદ ટેડી બેયર અથવા સોફ્ટ ટોયને પોતાની સાથે રાખવાનું પસંદ કરે છે. આ આરામદાયક લાગે છે, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. સમય જતાં, સોફ્ટ ટોયને ધૂળ, માટી અને ભેજ લાગી જાય છે. જેથી જંતુ પેદા થાય છે અને જંતુઓના સંપર્કમાં આવવાથી આપણે બીમાર પડી શકીએ છીએ.

આ વસ્તુઓને પણ દૂર રાખો
સુતા પહેલાં તમારો બેડ તૈયાર કરવા માટે પાંચ મિનિટ લો. બિનજરૂરી વસ્તુઓને દૂર રાખો. આસપાસ પડેલા વાસણો, કપડાં, દવાઓ કે અન્ય કોઈ ચીજવસ્તુઓ તમારા મનને ખલેલ પહોંચાડી શકે છે. તેથી, સૂતા પહેલા, આ બધું ઉપાડો અને તેને તેમની જગ્યાએ રાખો. સ્વચ્છ વાતાવરણમાં સૂવાથી તમને સારી ઊંઘ તો આવશે જ પરંતુ સવારમાં તમને તાજગીનો અનુભવ થશે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now