હરિયાણા પોલીસે કૉંગ્રેસ નેતા હિમાની નરવાલની હત્યા કેસમાં એક શખ્સની ધરપકડ કરી લીધી છે જ્યારે અન્ય આરોપીઓની શોધ ચાલી રહી છે. હરિયાણા પોલીસને 1 માર્ચના રોજ રોહતક હાઇવે નજીક એક સુટકેસમાંથી હિમાની નરવાલનો મૃતદેહ મળ્યો હતો.
હરિયાણા પોલીસે રવિવારે રાત્રે હત્યાના સંબંધમાં બે લોકોની ધરપકડ કરી હતી. બંનેની પુછપરછમાં દરમિયાન મળેલી જાણકારીના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસમાં હરિયાણા પોલીસ એ ખુલાસો કરી શકી નથી કે આરોપીઓએ હિમાની નરવાલની હત્યા આખરે કેમ કરી.
પોલીસ આજે હિમાની નરવાલની હત્યા વિશે વધુ વિગતો જાહેર કરે તેવી શક્યતા છે. હાલમાં પોલીસે હત્યાના 36 કલાક બાદ આ કેસમાં એક યુવકની ધરપકડ કરી છે. રવિવારે હિમાની હત્યા પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ પર ધરપકડ કરવા માટે ઘણું રાજકીય દબાણ હતું.
મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઈનકાર
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ પણ હિમાની હત્યા મામલે રોહતકના SP સાથે વાત કરી હતી. તેમણે હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરવાની માગ કરી હતી. પરીવારજનોએ મૃતદેહને પોસ્ટમોર્ટમ પછી પણ નથી સ્વીકાર્યો. મૃતકના પરિવારે કહ્યું કે તેઓ આરોપીની ધરપકડ કર્યા બાદ મૃતદેહને સ્વીકારશે.
પીડિતાની માતાએ ફાંસીની સજાની માગ કરી
હિમાની નરવાલની માતાએ આરોપી માટે મૃત્યુદંડની માગ કરી, "મારી દિકરીનો બોયફ્રેન્ડ નહોતો. તેણે મને બધી વાત કરી હતી. મને હજુ સુધી સરકાર તરફથી કોઈ ફોન આવ્યો નથી. મારી દિકરીને બધા જાણતા હતા. મિત્ર અને બોયફ્રેન્ડ વચ્ચે મોટી તફાવત છે. તે મિત્રોને એક હદમાં રાખતી હતી. પછી તે કોલેજનો મિત્ર હોય કે પાર્ટીનો





