Home Entertainment Harshvardhan Rane Will Not Be Part Of Race 4 Saif Ali Khan And Sidharth Malhotra Are In Talks

કોણ હશે RACE-4ની સ્ટારકાસ્ટમાં : આ અભિનેતાનું નામ ચર્ચામાં?

કોણ હશે RACE-4ની સ્ટારકાસ્ટમાં
Published by: OBS Bureau
Last Updated: Apr 05, 2025, 06:24 PM IST

ચાહકો લાંબા સમયથી રેસ ફિલ્મના ચોથા ભાગની જાણે રાહ જોઈને બેઠા છે. રેસ 4ની સ્ટાર કાસ્ટને લઈને અલગ-અલગ નામ સામે આવી રહ્યા છે. તે જ સમયે, હવે ફિલ્મ નિર્માતા રમેશ તૌરાનીએ આ વિશેની તમામ અફવાઓને દૂર કરી છે. એવા અહેવાલો છે કે હર્ષવર્ધન રાણે આ ફિલ્મનો ભાગ બનશે. જોકે, રમેશે આ વાતને ફગાવી દીધી હતી.



રમેશ તૌરાનીએ કહ્યું છે કે તેણે રેસ 4 માટે બે બોલિવૂડ સ્ટાર્સ સાથે વાત કરી છે. "અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમે હાલમાં રેસ ફ્રેન્ચાઇઝી ('રેસ 4')ના આગામી ભાગ માટે ફક્ત સૈફ અલી ખાન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ચર્ચા કરી રહ્યા છીએ, જે હાલમાં તેના સ્ક્રિપ્ટીંગ તબક્કામાં છે".

'અન્ય કોઈની સાથે હાલ સંપર્ક નથી'
રમેશ તૌરાનીએ કહ્યું, "આ તબક્કે અન્ય કોઈ પણ એક્ટર્સ સાથે હાલ સંપર્ક નથી. અમે લોકોને ફેક ન્યૂઝ અને અફવાઓથી દૂર રહેવા અને અમારી PR ટીમ તરફથી સત્તાવાર પુષ્ટિ માટે રાહ જોવા જણાવી છીએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now