Home Sports Hardik Pandya Hit 77 Runs At A Strike Rate Of 183 For Baroda In The Smat Trophy

Hardik Pandya એ પોતાની ઈન્જરી પછીની પહેલી મેચમાં ધૂમ મચાવી! : 183 ના સ્ટ્રાઇક રેટથી 77 રન બનાવ્યા, Abhishek Sharma ની ટીમને મળી હાર

Hardik Pandya એ પોતાની ઈન્જરી પછીની પહેલી મેચમાં ધૂમ મચાવી!
Published by: OBS Bureau
Last Updated: Dec 02, 2025, 12:35 PM IST

Hardik Pandya created a stir in his comeback match: હાર્દિક પંડ્યાએ 2 મહિના પછી ક્રિકેટના મેદાનમાં વાપસી કરીને ધૂમ મચાવી દીધો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 માં બરોડા તરફથી રમતા તેને ધમાકેદાર 77 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સે બરોડાની પંજાબ સામે 7 વિકેટની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાર્દિક પંડ્યા અગાઉ શ્રીલંકા સામે એશિયા કપ 2025 ની સુપર ફોર મેચમાં રમતા જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યાને એશિયા કપ 2025 માં શ્રીલંકા સામેની સુપર ફોર મેચ દરમિયાન ક્વાડ્રિસેપ્સ ઈજા થઈ હતી. આ કારણે, તે બે મહિના માટે ક્રિકેટથી દૂર રહ્યો હતો. તે સાઉથ આફ્રિકા સામેની ODI સીરિઝમાં રમી રહ્યો નથી.

સાઉથ આફ્રિકા સામે T20 સીરિઝ રમવા માટે બે મેચ રમવી મહત્વપૂર્ણ

તેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બરોડા માટે બે મેચ રમીને પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે. તેને પહેલી મેચમાં 42 બોલમાં 77 રન બનાવીને ઈજામાંથી બહાર આવીને પોતાની રિકવરી સાબિત કરી. તેને 4 ઓવર પણ ફેંકી. શક્ય છે કે, તે સાઉથ આફ્રિકા સામેની T20 સીરિઝમાં ટીમ ઈન્ડિયા માટે વાપસી કરી શકે.

હાર્દિક પંડ્યાની બોલિંગ

પંજાબે પ્રથમ બેટિંગ કરતા 222 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. કેપ્ટન અભિષેક શર્માએ 19 બોલમાં 50 રન બનાવ્યા. બરોડા તરફથી હાર્દિક પંડ્યાએ 4 ઓવર ફેંકી, 1 વિકેટ લીધી, પરંતુ 52 રન આપ્યા. પંજાબ તરફથી અનમોલપ્રીત સિંહે 69 રનની હાફ-સેંચુરી ફટકારી, જ્યારે નમન ધીરે પણ 39 રનનું યોગદાન આપ્યું.

હાર્દિક પંડ્યાની બેટિંગ

223 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બરોડા ટીમે 8 મી ઓવરના બીજા બોલે 92 રનના સ્કોર પર પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી. ચોથા નંબરે બેટિંગ કરવા માટે હાર્દિક પંડ્યા મેદાનમાં ઉતર્યા. તેને 42 બોલમાં નોટઆઉટ 77 રન બનાવ્યા. 183.33 ના સ્ટ્રાઇક રેટથી રમાયેલી તેમની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થતો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now