Mercedes-Benz V-Class : ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે જાણીતો છે. હાલમાં જ તેમણે પોતાના કાર કલેક્શનમાં એક શાનદાર લક્ઝરી કારનો ઉમેરો કર્યો છે. હાર્દિક પંડ્યા ભારતમાં નવી લોન્ચ થયેલી મર્સિડીઝ-બેન્ઝ V-ક્લાસ (Mercedes-Benz V-Class) ના પ્રથમ ખરીદદાર બન્યા છે. રિપોર્ટ્સ મુજબ, હાર્દિક પંડ્યાએ આ આલીશાન કાર તેની ગર્લફ્રેન્ડ મહિકા શર્માને ભેટમાં આપી છે. સોશિયલ મીડિયા પર આ લક્ઝરી કારની ડિલિવરી લેતા ફોટા પણ વાયરલ થઈ રહ્યો છે.
કિંમત અને માર્કેટમાં કોમ્પિટિશન
મર્સિડીઝની આ પ્રીમિયમ MPV (મલ્ટી પર્પઝ વ્હીકલ) ની એક્સ-શોરૂમ કિંમત 1.40 કરોડ રૂપિયા છે. આ કાર ભારતીય બજારમાં ટોયોટા વેલફાયર (Toyota Vellfire) અને લેક્સસ LM (Lexus LM) જેવી મોંઘી ગાડીઓને ટક્કર આપે છે. કંપનીએ આ મોડલને ખાસ AMG લાઇન ટ્રીમમાં લોન્ચ કરી છે, જે તેને વધુ પ્રીમિયમ બનાવે છે.
દમદાર એન્જિન અને પાવર
એન્જિનની વાત કરીએ તો, મર્સિડીઝ V-ક્લાસ પેટ્રોલ અને ડીઝલ એમ બંને એન્જિન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેમાં 2.0-લિટરનું ટર્બોચાર્જ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. પેટ્રોલ વેરિઅન્ટ 228bhp અને ડીઝલ વેરિઅન્ટ લગભગ 234bhp નો પાવર જનરેટ કરે છે. આ બંને મોડલ્સમાં 9-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે, જે ડ્રાઇવિંગને સ્મૂધ બનાવે છે.
પ્રીમિયમ ઇન્ટિરિયર અને મોડર્ન ફીચર્સ
આ કારનું ઇન્ટિરિયર દુનિયા કોઈ મહેલ જેવુ જ છે. તેમાં 12.3 ઇંચની બે મોટી સ્ક્રીન છે, જે ઇન્ફોટેનમેન્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન માટે કામ કરે છે. કેબિનમાં નાપ્પા લેધર અને બર્મેસ્ટર (Burmester) સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મલ્ટી-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ અને એમ્બિયન્ટ લાઇટિંગ જેવા પ્રીમિયમ ફીચર્સ આ મુસાફરીને વધુ આરામદાયક બનાવે છે.
સેફટીમાં પણ નંબર 1
સેફ્ટીની બાબતમાં આ કાર ખૂબ જ મજબૂત છે. તેને યુરો NCAP (Euro NCAP) તરફથી 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. આ કારમાં સેફટી માટે 7 એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા, એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ અને ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમ જેવા મોડર્ન ફીચર્સ આપવામાં આવ્યા છે.





